ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતિય ખેલાડીઓને GJEPC સન્માનિત કરશે

619

DIAMOND TIMES – ટોક્યો ઓલિમ્પિક 2020માં મેડલ જીતીને વૈશ્વિક મંચ પર ભારતને ગૌરવ અપાવનાર અનમોલ રત્નો સમાન વિજેતા ખેલાડીઓને ભારતની સમસ્ત જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ વતી સન્માનિત કરી વિજેતાઓને ખાસ ડિઝાઇન કરેલી સુંદર જ્વેલરી (બેજવેલ્ડ બ્રૂચસ) ભેટ આપવાની GJEPCએ જાહેરાત કરી છે.

નોંધનિય બાબત એ છે કે ઓલિમ્પિક એવોર્ડ વિજેતા ખેલાડીઓને ભેટ આપવા માટે બેજવેલ્ડ બ્રૂચસની ડીઝાઈન માટે કાઉન્સિલે તેની વાર્ષિક ડિઝાઇન સ્પર્ધા ધ આર્ટિઝન એવોર્ડ્સ 2021ના ​વિજેતા ડીઝાઈનરો નિયુક્ત કરી કામે લગાડયા છે.ઉલ્લેખનિય છે કે ભારતે ઓલિમ્પિક-2021માં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી એક ગોલ્ડ મેડલ સહિત કુલ સાત મેડલ જીત્યા છે. વૈશ્વિક સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરી જીત મેળવવા વિજેતા ખેલાડીઓએ કરેલા જબરદસ્ત પ્રયાસ બદલ જીજેઇપીસીએ તમામ ખેલાડીઓને અભિનંદન પણ પાઠવ્યા છે.

આ રોમાંચક પલ એથ્લેટ્સની આગામી જનરેશન માટે પ્રેરણા આપનારી બની રહેશે : GJEPCના ચેરમેન કોલિન શાહ

GJEPC ના ચેરમેન કોલિન શાહે જણાવ્યું હતું કે જેમ એન્ડ જ્વેલરીના ક્ષેત્રમાં પણ પ્રતિભાશાળી નિકાસકાર કંપનીઓ અને તેના માલિકોને જીજેઈપીસી એવોર્ડ એનાયત કરી પ્રતિવર્ષ સન્માનિત અને પ્રોત્સાહિત કરે છે.જીજેઇપીસીના આ પ્રયાસે દેશના સૌથી મોટા નિકાસ ક્ષેત્રોમાંના એક તરીકે જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રને વિકસાવવામાં મદદ કરી છે.આ જ ભાવના સાથે અમો વિશ્વકક્ષાએ ભારતને પ્રસિધ્ધિ અને ગૌરવ અપાવનાર અસાધારણ પ્રતિભા ધરાવતા વિજેતા રમત વીરોને ખાસ ડિઝાઇન કરેલ બેજવેલ્ડ બ્રૂચસ અર્પણ કરી સન્માન કરવાના છીએ.મને ખાતરી છે કે આ રોમાંચક પલ એથ્લેટ્સની આગામી જનરેશન માટે પ્રેરણા આપનારી બની રહેશે.

જ્યારે GJEPC ના વાઇસ ચેરમેન વિપુલ શાહે કહ્યુ કે જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ હંમેશા દેશના ભવિષ્યને પ્રોત્સાહિત કરવામાં માને છે.ટોક્યો ઓલિમ્પિક વિજેતા ભારતિય ખેલાડીઓએ ઉચ્ચતમ સ્તરની સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ભાગ લઈને આપણા દેશને ગૌરવ અપાવ્યું છે. ભારતીય ખેલાડી ઓએ જે હાંસલ કર્યું છે તે અસાધારણ છે.ભાલા ફેંકમાં નીરજ ચોપરાએ અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ ઓલિમ્પિક મેડલ મેળવ્યો છે.

ભારતે આ વર્ષે સૌથી મોટી ઓલિમ્પિક ટુકડી 127 ખેલાડીઓ સાથે મોકલી હતી જેમા રવિ કુમાર દહિયા (કુસ્તી -57 કિગ્રા) અને મીરાબાઈ ચાનુ (49 કિલો મહિલા) એ સિલ્વર મેડલ જીત્યો છે.જ્યારે પીવી સિંધુ ( મહિલા સિંગલ્સ બેડમિન્ટન),લવલીના બોર્ગોહૈન ( મહિલા વેલ્ટરવેટ બોક્સિંગ), ભારતીય પુરુષ હોકી ટીમ અને બજરંગપુનિયા (કુસ્તી)એ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.