લુક-એલાઇક લોગો અંગે GIA અને AIG વચ્ચે કાનુની જંગ : GIAની તરફેણમાં બેલ્જિયમની કોર્ટનો ચુકાદો

921

DIAMOND TIMES – હીરા અને રંગીન રત્નોના ગ્રેડીંગ રિપોર્ટની સેવાઓ પ્રદાન કરતી તેમજ તે અંગે શિક્ષણ આપતી જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરીકા (GIA) અને એન્ટવર્પ ઇન્ટરનેશનલ જેમોલોજિકલ લેબોરેટરીઝ (AIG) વચ્ચે લુક-એલાઇક લોગો અંગે બેલ્જિયન કોર્ટેમાં કેસ ચાલતો હતો. લુક – એ લાઇક લોગોના ગેરકાયદે વપરાશ અંગેના આ કેસમાં જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરીકાની તરફેણમાં ચુકાદો આવ્યો હોવાનું મીડીયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.

મીડીયા રિપોર્ટ અનુસાર આ કેસની વિગત પર પર નજર કરીએ તો બેલ્જિયન કોર્ટેમાં GIA એ પોતાની માલિકી હેઠળના લોગોનો એન્ટવર્પ ઇન્ટરનેશનલ જેમોલોજિકલ લેબોરેટરીઝ (AIG) દ્વારા લુક – એલાઇક (તદ્દન સરખા) લોગોનો ગેરકાયદે ઉપયોગ કરતી હોવાનો આરોપ મુકી (AIG) વિરુધ્ધ જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરીકાએ કેસ દાખલ કર્યો હતો. જે અંગેની સુનાવણીમાં બેલ્જીયન કોર્ટે આપેલા નિર્ણાયક ચુકાદામાં એન્ટવર્પ ઇન્ટરનેશનલ જેમોલોજિકલ લેબોરેટરીઝ (AIG) ને લુક – એલાઇક ટ્રેડમાર્ક, લોગો કે સીલનો ઉપયોગ નહી કરવાનો આદેશ કર્યો છે. કોર્ટે AIG ને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યુ છે કે હીરા કે રંગીન રત્નોના ગ્રેડીંગ કે શિક્ષણ સંબધિત કામગીરીમાં વ્યક્તિગત રીતે કે અન્ય કોઇ સાથે મળીને લુક – એલાઇક ટ્રેડમાર્ક, લોગો કે સીલનો ઉપયોગ બંધ કરો અથવા 500,000 યુરો સુધીનો જંગી દંડ ચુકવવા તૈયાર રહો

જીઆઇએના જનરલ સલાહકાર અને વાઈસ પ્રેસિડેન્ટ જેનિફર વિલ્સને કહ્યુ કે અમુક લોકો જીઆઈએની પ્રતિષ્ઠા અને વૈશ્વિક માન્યતાનો વેપારમાં લાભ મેળવવા હીન પ્રયાસ કરે છે તેને અમો મજબુતાઈથી જવાબ આપીશું.જીઆઈએના સંરક્ષિત લોગોનો ગેરકાયદે વપરાશ નહી કરવાની અનેક માંગણીઓ પછી પરિણામ નહી મળતા જીઆઈએ અદાલતમાં કેસ દાખલ કર્યો હતો.જીઆઈએનો લોગો, ટ્રેડ્માર્ક વિશ્વભરમાં માન્ય,સુરક્ષિત અને રત્નો અને આભૂષણો ઉદ્યોગમાં ગ્રાહકોનો વિશ્વાસ સુનિશ્ચિત કરે છે.