DIAMOND TIMES- હીરા અને મિનરલના ગેરકાયદે ખાણકામના આરોપી એવા ઈઝરાયેલના અબજોપતિ વેપારી ગેર્ટલરએ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના અધિકારીઓને 360 મિલિયન ડોલરની લાંચ ચૂકવી હોવાનો એક અહેવાલ માં આરોપ લગાવવામાં આવ્યા છે.ઉલ્લેખનિય છે કે બ્લૂમબર્ગ ફાઇનાન્શિયલ ન્યૂઝ વેબસાઇટ તેમજ આફ્રિકા કોફિ ડેન્શિયલ ઓનલાઇન મેગેઝિન તેમજ ઇઝરાયલી અખબાર હાઆરેટઝ(Ha’aretz)દ્વારા સંયુક્ત તપાસમાં આ દાવો કરવામાં આવ્યો છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ગેર્ટલર દ્વારા કરવામાં આવેલા સોગંદનામા પરથી ખ્યાલ આવે છે કે ગર્ટલર્સની કંપની ઓએ કોંગી અધિકારીઓને સદ્દભાવના દાખવવા અને સહયોગ આપવાના ઓઠા હેઠળ જંગી લાંચની ચૂકવણી કરી છે . જ્યારે બીજા દસ્તાવેજમાં કોંગોના અધિકારીઓને ચૂકવવામાં આવેલી રકમની તમામ વિગતો છે જેને ખાસ કોડ નામ આપવામાં આવ્યા છે. જો કે સિવિલ સોસાયટી દ્વારા અગાઉથી જ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે કોંગો (ડીઆરસી) અને ગેર્ટલર વચ્ચેની ભાગીદારીમાં શંકાસ્પદ ખાણકામથી કોંગોને 3.71 બિલિયન ડોલરનું નુકશાન થશે.
બાઈડન સરકારે તાત્કાલિક અસરથી ગેર્ટલર પર મુક્યો છે પ્રતિબંધ
આમ તો વર્ષ 2017માં અમેરીકાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ દ્વારા અમેરીકામાં કારોબાર કરવા પર ગેર્ટલર પર પ્રતિબંધો લાદ્યા હતા. પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાન્યુઆરી-2021માં પદ છોડ્યાના થોડા સમય પહેલા આ પ્રતિબંધો હટાવ્યા હતા . પરંતુ ટ્રમ્પના અનુગામી જો બિડેને તાત્કાલિક અસરથી ફરીથી તેના પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપ્યો હતો.જે મુજબ યુ.એસ. ટ્રેઝરી વિભાગ હેઠળ આવતા ફોરેન એસેટ્સ કન્ટ્રોલ(ACફએસી)એ 47 વર્ષીય વેપારી ડેન ગેર્ટલરને આપેલા લાઇસન્સને રદ કર્યું હતુ. ટ્રમ્પના નબળા વહીવટ શાશનમાં અનેક કંપનીઓને આડેધડ રીતે લાઇસન્સ આપવામાં આવ્યા હતા.વર્ષ 2017-2018માં ટ્રમ્પ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ગાર્ટર સહીત અન્ય 33 સંબંધિત કંપનીઓને ગ્લોબલ મેગ્નિસ્કી એક્ટ એટલે કે ખાસ નિયુક્ત નાગરિક (એસડીએન) ના દરજ્જા હેઠળ આ પરમિશન આપી હતી.
બીજી તરફ ફેબ્રુઆરીના અંતમાં કોંગોની બેન્કના ઓડીટ વિભાગના બે ભૂતપૂર્વ કર્મચારીઓએ આ ભ્રષ્ટાચાર અંગેના દસ્તાવેજો લીક કર્યા હતા.આ ઘટના પછી કોંગોની બેંકે દસ્તાવેજો લીક કરનાર તેમના આ બંને કર્મચારીઓ વિરુધ્ધ ફોજદારી કાર્યવાહી કરી છે.પરંતુ આ બંને પૂર્વ બેંક કર્મચારી દેશ છોડીને ભાગી ગયા છે.ઇઝરાયેલના હીરા વેપારી ડેન ગેર્ટલરે કહ્યું કે અદાલતમાં ચાલી રહેલા એ મામલામાં તેમણે કોઈ ભૂમિકા નિભાવી નથી.ગેર્ટલરે ઉમેર્યુ હતુ કે નિયુક્ત શરતો અને કાયદાનું પાલન કરવાની ઓએએફસી પ્રત્યેની પ્રતિબદ્ધતાને આધારે અમેરીકાની સરકાર દ્વારા અમને લાઇસન્સ જારી કરવામાં આવ્યું હતું.તેમણે કહ્યુ કે પારદર્શિતા અને જવાબદારી આપણા હીરા વ્યવસાયનો મજબુત પાયો છે.
ગર્ટલરની કંપનીના પ્રવક્તા ડર્શોવિટ્ઝે લાઇસન્સ રદ કરવા અંગે ટિપ્પણી કરતા કહ્યુ કે અમે અમેરીકી સરકારને લાઇસન્સ પુન : ઈશ્યુ કરવા કોઇ વિનંતી કરી નથી. તેમણે ઉમેર્યુ કે ગેર્ટલરને પુરાવા રજૂ કરવાની એક પણ તક આપ્યા વિના એકપક્ષીય રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે અમો આગામી પગલા તરીકે તમામ વિકલ્પોની વિચારણા કરવાની તૈયારી કરી રહ્યા છીએ.
અખબાર અને બેંક કર્મચારીઓએ ભ્રષ્ટાચારની ખોલી પોલ ??
એનજીઓ ગ્લોબલ વિટનેસ અને ઇઝરાઇલના અખબાર હાઆરેટેઝે (Ha’aaretz)એ પણ આ અંગે અહેવાલો પ્રકાશિત કર્યા હતા પરંતુ ગર્ટલરે આ તમામ આરોપોને નકારી કાઢતા દાવો કર્યો હતો કે આ અહેવાલો ખોટા દસ્તાવેજો પર આધારિત હતા.ઉપરોક્ત અહેવાલ પ્રસિધ્ધ થયા પછી દસ્તાવેજમાં કરવામા આવેલા આક્ષેપ અંગેના પુરાવા માટે ગર્ટલરના વકીલોએ એનજીઓ ગ્લોબલ વિટનેસ અને ઇઝરાઇલના અખબાર હાઆરેટેઝે (Ha’aaretz)સમક્ષ માંગણી કરી હતી.પરંતુ હજુ સુધી અમેન તેના પુરાવા આપવામા આવ્યા નથી એમ ડેન ગેર્ટલરે મીડીયાને આપેલા નિવેદનમાં કહ્યુ છે.