વરાછા બેંકની સાધારણ સભા : સેવાની સુવાસ ફેલાવનારા સેવાભાવીઓનું સન્માન

720

વરાછા બેંકની 25 વર્ષની યાત્રામા સૌથી વધુ પ્રગતિ કાનજીભાઈ ભાલાળાના નેતૃત્વમા થઈ છે.સહકારી ક્ષેત્રમાં વરાછા બેંકને ગૌરવવંતુ સ્થાન અપાવવામાં પણ તેમનું બહુમુલ્ય યોગદાન છે.તેમની આ કામગીરીને બિરદાવવા બોર્ડ ઓફ ડાયરેકટર્સ અને સ્ટાફ વતી સમારોહના અધ્યક્ષશ્રી આશીષભાઈ ગુજરાતી,બેકના સ્થાપક ચેરમેનશ્રી પી.બી. ઢાકેચા , ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા તેમજ વાઈસ ચેરમેન શ્રીપ્રભુદાસ પટેલે જ્યારે સન્માન કર્યુ ત્યારે સમારોહમાં ઉપસ્થિત તમામે ઉભા થઈને તાળીઓના ગડગડાટ સાથે કાનજીભાઈનું અભિવાદન કર્યુ હતુ.

DIAMOND TIMES – વરાછા કો.ઓ.બેંકની 26 મી વાર્ષિક સાધારણ સભા તથા વિશેષ સેવા સન્માન સમારોહ મીનીબજાર સ્થિત સૌરાષ્ટ્ર ભવન ખાતે સધર્ન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ આશિષભાઈ ગુજરાતીના અધ્યક્ષ સ્થાને, સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખશ્રી નાનુભાઈ વેકરીયાના અતિથી વિશેષપદ્દે તેમજ બેંકના સ્થાપક ચેરમેન પી.બી .ઢાકેચા,બેકના સ્થાપક એમ.ડી.તેમજ બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન કાનજીભાઈ ભાલાળાની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે યોજાયો હતો.આ સમારોહમાં બેંકની પ્રગતિની ઉજવણીની સાથે સેવાના ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન કરનાર વિરલાઓને સમાજ સેવાની બેજોડ કામગીરી બદલ બિરદાવવામાં આવ્યા હતા.

ડોનેટ લાઈફના પ્રમુખ શ્રીનિલેશભાઈ માંડલેવાલાનું બહુમાન

અનેક મહાનુભાવોની ઉપસ્થિતી વચ્ચે આયોજીત આ સમારોહમાં અંગદાન પ્રત્યે જાગ્રુતિ ફેલાવી આ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવાકાર્ય દ્વારા અનેક લોકોના મહામુલા જીવન બચાવવાનું ભગીરથ સેવાકાર્ય કરનાર ડોનેટ લાઈફ સંસ્થાના પ્રમુખ શ્રી નિલેશભાઈ માંડલેવાલાનું ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રી અરવિંદભાઈ ધડુકના હસ્તે સન્માન કરાયુ હતુ.ઉપરાંત કોરોના મહામારીમાં જીવ ગુમાવનારા અનેક માનવ મૃતદેહોને સ્મશાને પહોચાડી અંતિમવિધી કરી માનવધર્મ બજાવનાર એકતા ટ્રસ્ટના પ્રમુખશ્રી અબ્દુલ રહેમાન મલબારી અને તેની સમગ્ર સેવાભાવી ટીમને પણ બેંકના સ્થાપક ચેરમેન શ્રીપી.બી.ઢાકેચા અને બેંકના ડાયરેકટરશ્રી કાનજીભાઈ વડારીયાના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી.

ઓકસીજન મેનનું બિરુદ્દ મેળવનારા અજયભાઈ પટેલનું સન્માન

કોરોનાની બીજી લહેર વખતે સુરતની હોસ્પીટલમા બેડ અને ઓકસીજનની ભારે અછત સર્જાણી હતી.આવા કટોકટીના સમયે લોકોને પ્રાથમિક સારવાર મળી રહે અને લોકોનો જીવ બચી જાય તેવા ઉદ્દેશ્ય સાથે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ અને તેમની સાથે જોડાયેલી 50થી પણ વધુ સંસ્થાઓએ સહભાગી બની સુરતમાં 19 જેટલા આઈસોલેશન સેન્ટર ઉભા કર્યા હતા.આ સેન્ટરમાં ઓકસીજનનો પુરવઠો અવિરત પણે મળતો રહે તે રાત-દીવસ જોયા વગર સતત એક મહીના સુધી ખડેપગે રહી જવાબદારી નિભાવનાર ઓકસીજન મેનનું બિરુદ્દ મેળવનારા અજયભાઈ પટેલનું બેકના ડાયરેકટર કાતિભાઈ મારકણા,બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય હરેશભાઈ કાપડીયાએ સન્માન કર્યુ હતુ.જ્યારે ઈસોલેશન સેન્ટરમાં દાખલ થયેલા દર્દી,તેમના સગા-સંબધીઓનો અને કાર્યકર્તાઓ માટે ભોજનની વ્યવસ્થા કરનાર સમાજના ટ્રસ્ટી મનજી ભાઈ વાધાણીનુ બેંકના ડાયરેકટરશ્રી જે.કે.પટેલ અને બાબુભાઈ માંગુકીયાએ સન્માન કર્યુ હતુ.

બેંકની પાલ, હીરાબાગ અને કારગીલ બ્રાન્ચને શ્રેષ્ઠ બ્રાન્ચનો એવોર્ડ

બેંકની પાલ, હીરાબાગ અને કારગીલ બ્રાન્ચને શ્રેષ્ઠ બ્રાન્ચનો એવોર્ડ એનાયત કરવામા આવ્યો હતો.બેકના શ્રેષ્ઠ મેનેજર તરીકે અમુલભાઈ ડોબરીયા,પરેશભાઈ ધાનાણી અને સુરેશભાઈ સોજીત્રાનું બહુમાન કરવામા આવ્યુ હતુ.બેકની કેશ હેન્ડલીંગ કરતી ટીમના તમામ સ્ટાફનુ સન્માન કરી પ્રોત્સાહીત કરવામા આવ્યા હતા.બેંકમા આવનાર ગ્રાહકોથી ઉતાવળમા રકમ કે કોઈ કિંમતી વસ્તુ રહી ગઈ હોય તેવા સમયે સતર્કતા દાખવી આ વસ્તુઓ તેમના માલિકને પરત અપાવી પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડનારા બેંક કર્મચારીઓ રોહીત ભાલાળા,જીવન દેવાણી,રામભાઈ ગનમેન તેમજ રામકુમાર કાલગુડે સહીત તમામનુ સન્માન કરવામા આવ્યુ હતુ.