ફેબ્રુઆરીમાં આયોજીત થનાર JGT દુબઈ પ્રદર્શનના આયોજનને લઈને ઉત્સાહ

DIAMOND TIMES -દુબઈ સ્થિત ધ પાલ્મ ખાતે દુબઈ મલ્ટી ક્રોમોડીટી સેન્ટર્સ દ્વારા આગામી 21 ફેબ્રુઆરી 2022માં દુબઈ ડાયમંડ કોન્ફરન્સ યોજવાની જાહેરાત કરવામાં આવી છે.’હીરાના ભવિષ્ય’ની થીમ પર DMCC દ્વારા આયોજીત આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશય હીરા કારોબારના ઉજ્જ્વળ ભવિષ્ય અંગે ઉદ્યોગ સાહસિકોને માહીતગાર કરવાનો છે.આ કોન્ફરન્સમાં વૈશ્વિક અગ્રણીઓ-નિષ્ણાંતો હીરાઉદ્યોગ સાહસિકોને હીરા કારોબારના વર્તમાન પ્રવાહો , ભવિષ્ય અને સંભવિત પરિવર્તનો અંગે માર્ગદર્શન આપશે.

JGT દુબઈ પ્રદર્શનને લઈને વૈશ્વિક હીરા ઉદ્યોગમાં ઉત્સાહનો માહોલ છે.કોરોનાએ IJJS,વિકેન્ઝારો સહીતની મોટા ભાગની બિઝનેસ ઇવેન્ટને ધોઈ નાખી છે.ત્યારે તમામની નજર હવે આગામી ફેબ્રુઆરીમાં આયોજીત થનાર JGT દુબઈ પર કેન્દ્રીત થઈ છે.ઉપરાંત હીરા ઉદ્યોગ માટે નવા વર્ષની પ્રથમ B2B ઇવેન્ટ JGT દુબઈ પર કોરોનાનો પડછાયો ન પડે તેની ચિંતા પણ છે.

એશિયામાં ઇન્ફોર્મા માર્કેટ્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડેવિડ કહે છે દુબઇમાં શ્રેષ્ઠ-ઇન-ક્લાસ પ્રદર્શકો દર્શાવતા પ્રીમિયર માર્કેટ પ્લેસ સાથે વૈશ્વિક જ્વેલરી ઇવેન્ટ કૅલેન્ડર શરૂકરવા અમે રોમાંચિત છીએ.ત્રણ દિવસીય B2B પ્રદર્શનમાં બેલ્જિયમ,હોંગકોંગ, ભારત,ઇટાલી, ઇઝરાયેલ, તુર્કી, UAE સહીતનાઅને અન્ય મુખ્ય સોર્સિંગ સ્થળોના સપ્લાયરોને એક છત નીચે એકત્ર કરશે.

આ B2B પ્રદર્શન ખરીદદારોને શોધ અને જોડાણની તકો પ્રદાન કરી તેમની સોર્સિંગ જરૂરિયાતો પુર્ણ કરવાની તક આપે છે.ઇવેન્ટના સહ-આયોજક ઇટાલિયન એક્ઝિબિશન ગ્રૂપ (IEG)અને DWTC સાથેના અમારા સામૂહિક પ્રયાસોથી અમે એક આદર્શ વાતાવરણ બનાવી રહ્યા છીએ. ઇન્ફોર્મા માર્કેટ્સ જ્વેલરી અને IEG દ્વારા સંયુક્ત રીતે આયોજીત JGT દુબઈને વ્યાપક ઉદ્યોગ સમર્થન પ્રાપ્ત થયું છે.અમારી ભાગીદાર સંસ્થા DMCC (દુબઈ મલ્ટી કોમોડિટી સેન્ટર),દુબઈ ગોલ્ડ એન્ડ જ્વેલરી ગ્રુપ (DGJG) દ્વારા દરેક પાસાઓને આવરી લેવામાં આવ્યા છે.