મુંબઈની સંસ્થા જેમ એન્ડ જ્વેલરી નેશનલ રીલીફ ફાઉન્ડેશને મળ્યુ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
ડાયમંડ ટાઈમ્સ
યુવા હીરા વેપારી ભરતભાઈ કાકડીયાનો લોકસેવા પ્રત્યેનો સંવેદનશીલ અભિગમ અને નિર્ણાયક નેતૃત્વ થકી રચાયેલો સેવાનો ઇતિહાસ સમગ્ર હીરાઉદ્યોગ માટે એક ગૌરવપ્રદ બાબત
તાજેતરની વૈશ્વિક મહામારી કોરોનાનાં સમયમાં જેમ એન્ડ જ્વેલરી નેશનલ રીલીફ ફાઉન્ડેશન- મુંબઈ દ્વારા અનેક રાહત પ્રોજેક્ટ હાથ ધરાયા હતા.જેમાં મહારાષ્ટ્રનાં મુંબઈ, ગઢચિરોલી, દહિસર,મલાડ તેમજ ગુજરાતમાં નવસારી, સુરત, વિસનગર,બોટાદ તથા ભાવનગર જિલ્લાનાં રત્નકલાકારો, દિવ્યાંગ, વિધવા કે અનાથ ભાઈઓ, બહેનોને રાહત આપવાના કાર્યને પ્રાથમિકતા આપવામાં આવી હતી. જેમા કોરોના હોસ્પિટલ પ્રોજેક્ટ, એમ્બ્યુલન્સ અર્પણ સેવા, અનાજ કરિયાણા કીટ વિતરણ,દવા વિતરણ ,માસ્ક વિતરણ સહીતના અનેક સેવાકીય કાર્યો GJNRF ના સામાજિક ઉતરદાયિત્વ હેઠળ હાથ ધરાયા હતા.
કોરોના જ્યારે તેની ચરમસીમાએ હતો એ દરમિયાન જનમાનસ પર તેના ભયની અસર ખુબ જ વ્યાપક બની હતી.કોરોનાએ સર્જેલી કટોકટીના કારણે રત્નકલાકારો સહીત સામાન્ય આર્થિક પરિસ્થિતી ધરાવતા અનેક પરિવારોની આવક પર બ્રેક લાગી ગઈ હતી. સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા હજારો પરિવારો અનાજ -દુધ સહીતની જીવન જરૂરી ચીજ વસ્તુઓથી પણ વંચિત હતા.કટોકટી ભર્યા આવા સમયે હીરા ઉદ્યોગની માનવીય સંવેદનશીલતાથી સભર તેમજ સેવાનાં પ્રતીક અને હાર્દ સમાન મુંબઈની જેમ એન્ડ જ્વેલરી નેશનલ રીલીફ ફાઉન્ડેશન નામની સંસ્થા રત્નકલાકારો સહીત અનેક નિ:સહાય પરિવારોની મદદે આવી હતી.અગ્રણી હીરા વેપારી ભરતભાઈ કાકડીયાના લોકસેવાના સંવેદનશીલ અભિગમ અને નિર્ણાયક નેતૃત્વ હેઠળ જેમ એન્ડ જ્વેલરી નેશનલ રીલીફ ફાઉન્ડેશન દ્વારા થયેલી સેવાકીય કામગીરીને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમા સ્થાન પ્રાપ્ત થયુ છે.જે એક અનોખી સિદ્ધિ અને સમગ્ર વૈશ્વિક હીરા ઉદ્યોગ માટે ગૌરવપ્રદ બાબત છે.
તાજેતરની વૈશ્વિક મહામારી કોરોનાનાં સમયમાં આ સંસ્થા દ્વારા અનેક રાહત પ્રોજેક્ટ હાથ ધરાયા હતા.જેમાં મહારાષ્ટ્રનાં મુંબઈ, ગઢચિરોલી,દહિસર,મલાડ તેમજ ગુજરાતમાં નવસારી, સુરત, વિસનગર,બોટાદ તથા ભાવનગર જિલ્લાનાં રત્નકલાકારો સહીત દિવ્યાંગ, વિધવા કે અનાથ ભાઈઓ, બહેનોને રાહત આપવાની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી હતી.જેમા કોરોના હોસ્પિટલ પ્રોજેક્ટ,એમ્બ્યુલન્સ સેવા અર્પણ ,અનાજ કરિયાણા કીટ વિતરણ, દવા વિતરણ,માસ્ક વિતરણ સહીતના અનેક સેવાકીય કાર્યો હાથ ધરાયા હતા.કોરોનાકાળ માં GJNRFનાં મેનેજમેન્ટ ટ્રસ્ટી બોર્ડ દ્વારા વિડિયો કોન્ફરન્સ મીટીંગનાં માધ્યમથી નિધિ સંકલન અંગે ત્વરીત નિર્ણય લેવા આર્થિક અનુદાનની અપીલ કરવામાં આવી હતી.જેના પગલે હીરા ઉદ્યોગનાં અનેક ભામાશાઓ ઉદાર હાથે આર્થિક યોગદાન આપતા શરૂ થયું નવા લોકસેવા ઇતિહાસનું નવું ચેપ્ટર…
કોરોનાકાળમાં ટ્રસ્ટી બોર્ડ દ્વારા સર્વાનુમતે સોનામાં સુગંધ સ્વરુપ એક મહત્વપુર્ણ નિર્ણય લેવામા આવ્યો હતો જેમા તાત્કાલિક અસરથી ઉત્સાહી યુવા શ્રી ભરત એ.કાકડીયાનો ટ્રસ્ટી બોર્ડમાં આમંત્રિત તરીકે સમાવેશ કરાયો. બોટાદ જિલ્લાનાં 185 ગામડામાં વસતા રત્નકલાકારો ને રાહત મળે તેવા હેતુસર નિધિ સંકલન અને રાહત પ્રોજેક્ટનાં ભાગ રૂપે કરિયાણા કીટ વિતરણનાં પ્રકલ્પ માટે શ્રી ભરત ભાઈ કાકડીયાને દાયિત્વ સોંપવામા આવ્યુ હતુ.ભરતભાઈએ આ જવાબદારી ખુબ નિષ્ઠાપુર્વક અને નિસ્વાર્થ ભાવે નિભાવી અનેક જરૂરિયાત મંદ લોકો સુધી રાહત પહોંચાડવાનુ ભગીરથકાર્ય સુપેરે સફળતા પુર્વક પાર પાડ્યુ હતુ.
માનવીય સંવેદનશીલતાથી સભર તેમજ સેવાનાં પ્રતીક અને હાર્દ સમાન જેમ એન્ડ જ્વેલરી નેશનલ રીલીફ ફાઉન્ડેશન – મુંબઈની સ્થાપનાં વર્ષ 1999મા માનવ સેવાના ઉદ્દેશ્ય સાથે કરવામા આવી છે.આ સંસ્થા તેના સ્થાપના કાળથી જ કુદરતી આફતોનાં સમયમાં લોકસેવા માટે સદાય તત્પર છે.ઓરિસ્સામા આવેલા ભયાનક પુર,કચ્છ ભૂકંપ, લાતુર ભૂકંપ સહીતની કુદરતી આફતોના સમયે આ સંસ્થાએ ઉદારહાથે સેવા કરી છે.રાહત સેવાના મોટા રિલીફ પ્રોજેક્ટ તેમજ સ્કુલ, હોસ્પિટલ, એમ્બ્યુલન્સ સેવાના કાયમી પ્રોજેક્ટ માટે આ સંસ્થાના ઉત્સાહી ટ્રસ્ટીગણ અને મેનેજમેન્ટ આર્થિક યોગદાન આપવા સદા તત્પર હોય છે.ત્યારે સેવાનો સંવેદનીશીલ નિર્ણય લેનાર GJNRF સંસ્થાના ઉત્સાહી ટ્રસ્ટી બોર્ડ,મેનેજમેન્ટ તેમજ આ સેવાકાર્યની આગેવાની લેનાર સંનિષ્ઠ યુવા અગ્રણી ભરતભાઈ કાકડીયા આ વિશિષ્ટ સિધ્ધી બદલ અભિનંદનને પાત્ર છે.
આ સેવાકાર્ય એવોર્ડ મેળવવા કે વિક્રમ સ્થાપવા નહી,પરંતુ માનવીય સંવેદનશીલ અભિગમ સાથે લેવામા આવ્યો હતો:ભરતભાઈ કાકડીયા
આ સેવા કાર્યની સફળતા અને આ સેવાકાર્યને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મળેલા સ્થાન બાબતે પ્રતિભાવ આપતા ભરતભાઈ કાકડીયા કહે છે કે આ સેવાકાર્ય કોઇ એવોર્ડ મેળવવા કે પછી વિક્રમ સ્થાપવા નહી,પરંતુ સેવાકાર્યના માનવીય સંવેદનશીલ અભિગમ સાથે લેવામા આવ્યો હતો.અમારો ઉદ્દેશ્ય હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારો અને નિ:સહાય પરિવારો સુધી રાહત પહોંચાડવાનો હતો.આવા કપરા કાળમા હીરાકારીગર વર્ગ હીરાઉદ્યોગ સાથે મજબૂત માનસિકતા સાથે જોડાયેલો રહે એવા હેતુસર થયેલા આ સેવાકાર્યને કુદરતનાં આશીર્વાદની પ્રાપ્તિ થઈ છે જેનો અમને અત્યંત આનંદ છે.
આ સેવાકાર્ય અંગે માહીતી આપતા ભરતભાઈએ કહ્યુ કે જેમ એન્ડ જ્વેલરી નેશનલ રીલીફ ફાઉન્ડેશન- મુંબઈ અને બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિયેશનનાં સંયુક્ત ઉપક્રમે હાથ ધરાયેલ આ પ્રોજેક્ટમા 17 જેટલી અન્ય સામાજીક સંસ્થાઓને સાંકળીને 18 લાખથી પણ વધુ લોકો લાભાર્થી બન્યા છે.જેમા દિવ્યાંગ, વિધવા બહેનો સહીત તમામ લાભાર્થીઓના આત્મ સન્માનની જાળવણી સાથે ઘર આંગણે રાહત મળી હોય તેવો આ પ્રથમ પ્રોજેક્ટ બની રહ્યો છે.જેનું ગર્વસભર નેતૃત્વ કરવાનો મને અવસર પ્રાપ્ત થયો એ મારા માટે આનંદની વાત છે.જેમ એન્ડ જ્વેલરી નેશનલ રીલીફ ફાઉન્ડેશનએ સોંપેલી જવાબદારી મે અને આ પ્રોજેક્ટના મારા સાથી બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિયેશન નાં પ્રમુખ શ્રી શંકરભાઈ ધોળું અને ટીમએ સંનિષ્ઠા પુર્વક નિભાવી છે. આ સેવાકાર્ય GJNRFનાં સર્વ ઉત્સાહી ટ્રસ્ટીગણ અને દાતાઓનાં આર્થિક સહયોગથી જ શક્ય બન્યું છે.જે ભારત સહીત વૈશ્વિક હીરા ઉદ્યોગ ગૌરવની બાબત છે.