DIAMOND TIMES –જેમ ડાયમંડ્સ લિમિટેડએ બોત્સવાનામાં આવેલી ઘાઘુ ખાણને ઓક્વા ડાયમંડ્સ (Pty) લિમિટેડ નામની કંપનીને 4 મિલિયન ડોલર (અંદાજીત રૂપિયા 30 કરોડ)માં વેંચી નાખી છે.ઉલ્લેખનિય છે કે ઘાઘુ ખાણ જેમ ડાયમંડ્સ બોત્સ્વાના પ્રોપ્રાઇટરી લિમિટેડ (GDB)ની માલિકીનું છે.જેમ ડાયમંડ્સ માર્ચ 2017થી આ ખાણ ની સારસંભાળ અને ડેવલોપીંગની કામગીરી કરી રહી હતી.અહેવાલ મુજબ 31 ડિસેમ્બર 2020 સુધીમાં જેમ ડાયમંડ્સ બોત્સ્વાના પ્રોપ્રાઇટરી લિમિટેડની ઘાઘુ ખાણની કુલ સંપત્તિ 3.5 મિલિયન ડોલર હતી.પરંતુ હવે ઘાઘુ ખાણનો સોદો થઈ જતા ઓક્વા ડાયમંડ્સ (Pty) લિમિટેડ નામની કંપની આ સંપત્તિનો કબજો લઈ ખાણની તમામ જવાબદારીઓ ઉપાડી લેશે.
જેમ ડાયમંડ્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ક્લિફોર્ડ એલ્ફિકે કહ્યું કે ઘાઘુ ખાણની સંપતિનું વેચાણ નોન-કોર એસેટ્સ નો નિકાલ કરવાના કંપનીના વ્યૂહાત્મક ઉદ્દેશને અનુરૂપ છે.લિસોથોની લેટેંગ ખાણમાંથી ઉત્પાદન અને કાર્યક્ષમતાને શ્રેષ્ઠ બનાવવા પર અમારૂ ધ્યાન કેન્દ્રિત છે.ઘાઘુ ખાણની ખરીદી કરનાર ઓક્વા ડાયમંડ્સ (Pty) લિમિટેડને અમો શુભેચ્છા પાઠવીએ છીએ.વધુમાં આ ડીલમાં સહયોગ આપવા બદલ અમો બોત્સ્વાના સરકારનો પણ આભાર માનીએ છીએ.