ઓમિક્રોનના કારણે ધ જવેલર્સ ઓફ અમેરિકા (JA) ટ્રેડ ગ્રુપ દ્વારા આયોજિત જેમ એવોર્ડ સ્થગિત

23

DIAMOND TIMES –સમગ્ર વિશ્વમાં ફરી એક વખત કોરોનાએ તેની પકડ બનાવી લીધી છે.હાલમાં જ બિલ ગેટ્સે લોકોને કોરોનાના વધતા કેસ તરફ વધુ ધ્યાન દોરવા માટે તેમના સોશ્યલ મીડિયા પર આ અંગે ચર્ચા કરી હતી.અમેરિકામાં પણ કોરોનાના સતત વધતા કેસોને ધ્યાનમાં રાખીને અનેક કાર્યક્રમો મુલતવી રાખવામાં આવી રહ્યા છે.અમેરિકા સ્થિત હીરા ઝવેરાત કારોબારનું પ્રતિનિધિત્વ કરતી મહત્વની સંસ્થા ધ જવેલર્સ ઓફ અમેરિકા (JA) એ આગામી જાન્યુઆરીમાં આયોજિત થનાર જેમ એવોર્ડ કાર્યક્રમને મુલતવી રાખવાની ફરજ પડી છે.

હીરા અને ઝવેરાતના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર કારોબારીઓને બિરદાવવા માટે અમેરિકા સ્થિત વ્યાપારિક સંસ્થા ધ જવેલર્સ ઓફ અમેરિકા (JA) ટ્રેડ ગ્રુપ દ્વારા આગામી 14મી જાન્યુઆરીના રોજ ન્યુયોર્કમાં જેમ એવોર્ડનો કાર્યક્રમ યોજાવાનો હતો.પરંતુ કોરોનાએ માથું ઉચકતા આ એવોર્ડ સમારંભની તારીખ લંબાવી આગામી 18મી માર્ચના રોજ યોજાવાની જાહેરતા કરવામાં આવી છે.જવેલર્સ ઓફ અમેરિકાના સી.ઈ.ઓ ડેવિડ બોનાપાર્ટ કહે છે કે, જેમ એવોર્ડ કમિટી દ્વારા આ ઝડપી અને મુશ્કેલ નિર્ણય ઓમિક્રોનના અમેરિકામાં પગપેસરાને લીધે લેવામાં આવ્યો છે.અમારા મહેમાનોની હેલ્થ અને સુરક્ષા જાળવવાની અમારી પ્રાથમિકતા છે.

ડીબિયર્સ ગ્રુપના એક્ઝેક્યુટીવ સ્ટીફન લુસિએરટ તેમની આજીવન સિદ્ધિઓ બદલ બહુમાન કરવામાં આવશે.આ ઉપરાંત હીરા અને ઝવેરાતના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર લોરેન હારવેલ ગોડફ્રે, બ્રેન્ટ નેલ વિન્સ્ટન અને બેથ બગડાઈકાય સહિત અનેક મહાનુભાવોને પણ એવોર્ડ એનાયત કરી બિરદાવવામાં આવનાર છે.