સુરતમાં વિશ્વ કક્ષાનો જેમ એન્ડ જ્વેલરી પાર્ક બનાવાશે : મુખ્યમંત્રી

1087

ગતરોજ તારીખ 27 ઓગષ્ટના રોજ લે-મેરિડિયન હોટલ ખાતે જીજેઇપીસી આયોજીત 46મો ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના હસ્તે સુરત સહિત મુંબઈ, દિલ્હી ઉપરાંત દેશના વિવિધ રાજયોમાં જેમ્સ એન્ડ જવેલરી વેપારક્ષેત્ર સાથે સંકાળાયેલા ૪૨ જેટલા ઉદ્યોગકારોને વિવિધ કેટેગરીના એવોર્ડ એનાયત કરાયા હતા.આ પ્રસંગે સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ,રાજ્ય કક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણી,જીજેઈપીસીના ચેરમેન કોલિન શાહ,વાઈસ ચેરમેન વિપુલ શાહ અને જીજેઈપીસી રિજિયોનલ પ્રમખુ દિનેશ નાવડિયા ઉપસ્થિત રહ્યા હતાં.

Ø મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયો 46મો ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ સમારોહ
Ø આવનારા દિવસો ભારતના છે અને આ દિવસોને પારખીને સુદ્રઢ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે
Ø સુરતમાં સાકાર થનારો જેમ્સ એન્ડ જવેલરી પાર્ક વિશ્વકક્ષાનો બનાવાશે
Ø મુશ્કેલીઓને અવસરમાં પલટાવવાની તાકાત હિરા ઉદ્યોગકારોમાં છે
Ø કોરોનાના કપરા કાળમાં પણ જેમ્સ એન્ડ જવેલરી ઉદ્યોગની ચમક ઓછી થઈ ન હતી
Ø દેશભરના જેમ્સ એન્ડ જવેલરી ક્ષેત્રના 42 ઉદ્યોગકારોને વિવિધ કેટેગરીના એવોર્ડ એનાયત કરાયા
Ø 59 ટકાનો ગ્રોથ નોંધાવી 3081 મિલિયન ડોલરની જ્વેલરીનું એક્સપોર્ટ
Ø ડિઝાયર મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ગુજરાતમાં આપણે સુરતને જોવા માંગીશું.
Ø એવોર્ડ વિજેતા કંપનીઓના માલિકો-પરિવારના સભ્યો ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા.
Ø લેબગ્રોન હીરાનો જમાનો શરૂ થયો છે.જેથી લેબગ્રોન ડાયમંડ માટે જ્વેલરી પાર્ક ઉપયોગી બનશે.
Ø રામકૃષ્ણ એક્સપોર્ટના ગોવિંદભાઈ ધોળકિયાને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ
Ø વલ્લભભાઈ લાખાણીની કંપની કિરણ જેમ્સ અને કિરણ જ્વેલરીને ચાર કેટેગરીમાં એવોર્ડ

DIAMOND TIMES –  સુરતના સાહસિક હીરા ઉદ્યોગકારોએ દેશ અને દુનિયાને બતાવ્યું છે કે અમે માત્ર હીરા ઘસવાવાળા અને ઘરેણાને ઘાટ આપનારા નથી,પણ ગ્લોબલ ટ્રેન્ડ સેટ કરવાની ભરપુર ક્ષમતાઓ પણ ધરાવીએ છીએ અનેક  મુશ્કેલીઓને અવસરમાં પલટાવવાની તાકાત હિરા ઉદ્યોગકારોમાં છે.આ પ્રકારની લાગણી હીરા નગરી સુરતના આંગણે કેન્દ્રીય કોમર્સ અને ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલય તથા જેમ્સ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (જીજેઈપીસી) દ્વારા આયોજિત 46મા ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ સમારોહ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વ્યકત કરી હતી.

વડાપ્રધાનશ્રીના 400 બિલીયન ડોલરના નિકાસ લક્ષ્યાંકને સિધ્ધ કરવા હીરા ઉદ્યોગ મહત્વનો ફાળો આપશે   મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કોરોના મહામારી સમયે સમગ્ર વિશ્વ સ્તબ્ધ અને સ્થગિત હતુ,ત્યારે જેમ્સ એન્ડ જવેલરી ની ચમક ઓછી થઈ ન્હોતી .2020-2021ના વર્ષમાં 8.5 ટકાના ગ્રોથ સાથે 67 હજાર કરોડની જવેલરી એકસપોર્ટ કરીને વિકાસના લક્ષ્યાંકને સિધ્ધ કરવા માટે આ સેકટર મહત્વનું પાસુ બન્યું છે.સમયની સાથે ચાલીને સુરતના આગેવાનોએ જરૂરી એચિવમેન્ટ કર્યું છે.મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના 400 બિલીયન ડોલરના લક્ષ્યાંકને સિધ્ધ કરવા માટે આ ઉદ્યોગ મહત્વનો ફાળો આપશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

જેમ એન્ડ જ્વેલરી પાર્કમા મેન્યુફેકચરીંગથી એક્ષ્પોર્ટ સુધીના તમામ કામો સાકારિત થશે : – ભારત ડાયમંડ બુર્સ પછી સુરતમાં સાકાર થનારો જેમ્સ એન્ડ જવેલરી પાર્ક આગામી સમયમાં વિશ્વકક્ષાનો પાર્ક બને અને અહી જ મેન્યુફેકચરીંગથી લઈ વેચાણ તેમજ એક્ષ્પોર્ટ સુધીના તમામ કામો સાકારિત થાય તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.તેમણે કહ્યુ કે સમગ્ર ભારતનું  40 ટકા એફ.ડી.આઈ.ગુજરાતમાં આવ્યું છે.ત્યારે આગામી સમયમાં વધુને વધુ ઈન્ફ્રાસ્ટ્રકચર વધારીને નિર્ધારિત લક્ષ્યાંક પ્રાપ્ત કરીએ તેવો મત મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.

આવનારા દિવસો ભારતના છે :-આવનારા દિવસો ભારતના છે અને આ દિવસોને પારખીને સુદ્રઢ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે.ક્ષમતાઓને ડેવલપ અને બિલ્ડ કરવીએ આજની આવશ્યકતા છે.મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે સહિયારા પ્રયાસો કરીને ભારત માતાને પુન:પ્રતિષ્ડિત કરીએ અને જગત જનની બનાવવામાં આપણે નિમિત બનીએ તે માટે પૂરતી ખુમારી,સુઝબુઝ સાથે સખત પરિશ્રમ કરવાની આપણી સૌની તૈયારી હોવી એ આજની માંગ છે.

હીરાઉદ્યોગ ઈમાનદારીનો ઉદ્યોગ :- હીરાઉદ્યોગ ઈમાનદારીનો ઉદ્યોગ છે.આપણી શાખને વધુ મજબુત બનાવીને કામ કરીશુ તો દુનિયા આપણી પાસે આવશે.દુનિયા ઝુકતી હૈ,ઝુકાને વાલા ચાહીએ તેમ તેમણે ભારપુર્વક જણાવ્યું હતું.તેમણે વડાપ્રધાનની આત્મનિર્ભરતાની કલ્પનાને સાકાર કરવામાં સહિયારા પ્રયાસો જરૂરી હોવાનું પણ જણાવ્યું હતું.સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર.પાટીલે એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે કોરોનાના કપરાકાળ વચ્ચે પણ હીરા ઉદ્યોગે મોટું હુંડિયામણ રળવા સાથે વિપુલ રોજગારીની તકોનું સર્જન કર્યું છે.જે આર્થિક મુશ્કેલીમાં ખુબ જ મદદગાર રહ્યું છે.

ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ સમારોહની ઝલક નિહાળો આ વિડીયોમાં