દિવાળી વેકેશન નજીક આવી ગયુ હોવા છતા પણ સુરતમાં રફ હીરાની મોટી ડીમાન્ડના પગલે રફની ઉંચે ગયેલી કીંમતોથી નફા પર દબાણ આવતા હીરા મેન્યુફેકચરીંગ ક્ષેત્ર પ્રભાવિત
DIAMOND TIMES – અમેરીકામાં આગામી લગ્નસરા અને તહેવારોની સિઝનને અનુલક્ષીને વૈશ્વિક હીરા-ઝવેરાત ઉદ્યોગ આશાવાદી છે.પોલિશ્ડની માંગ તો જળવાઈ રહી છે પરંતુ ડીમાન્ડની તુલનાએ પુરવઠાનું સ્તર વધી રહ્યું છે.એક અંદાજ મુજબ 7.5 બિલિયન ડોલરની કીંમતના 1.7 મિલિયન કેરેટ તૈયાર હીરાનો પુરવઠો વેંચવા માટે પાઈપ લાઇન માં પડ્યો છે.વળી રિટેલરો અને ડીલરો સહીત ખરીદદારો તૈયાર હીરાના ભાવ વધારા અંગે પણ ચિંતિત છે.જો કે હીરા ઉદ્યોગમાં અંદાજે 15 દીવસનું દીવાળી વેકેશન રહેવાનું છે.વેકેશનમાં હીરાનું ઉત્પાદન બંધ રહેવાના કારણે તૈયાર હીરાના પુરવઠાની સ્થિતિમાં સુધાર થશે તેવુ નિષ્ણાંતોનું માનવુ છે.
બીજી તરફ રશિયાની કંપની અલરોઝાએ રફ હીરાના પુરવઠાની અછતની ચેતવણી આપી છે.તો ડીબિયર્સએ દીવાળી અગાઉ ભારતમાં રફ હીરાની જંગી ડીમાન્ડની પણ આગાહી કરી છે.આ બંને અગ્રણી કંપનીઓના આ નિવેદન પરથી અનુમાન લગાવી શકાય તેમ છે કે રફ હીરાની કીંમતોમાં વ્રુદ્ધિ થવાની પુરેપુરી સંભાવનાઓ છે.
અમેરીકાના હીરા બજારની વાત કરીએ તો ફેન્સી હીરાની મજબુત માંગ વચ્ચે કિંમતો સ્થિર છે.F-J,VS-SI કેટેગરીના 1.20 થી 3.99 કેરેટ વજનના હીરાના પુરવઠાની અછત વચ્ચે તેની કીંમત સળગતા કોલસા જેવી હોટ છે.આગામી લગ્નસરાની સિઝનના પગલે ફેન્સી હીરા જડીત સગાઈ રીંગ સહીત વેડીંગ આભુષણોની ભારે ડીમાન્ડ છે.ઓવલ, પ્રિન્સેસ,એમરાલ્ડ, લોંગ રેડીયેન્ટ અને માર્કીઝ કટના ફેન્સી હીરાના ભરપુર ઓર્ડર છે.રાઉન્ડ કટ હીરા બજારની વાત કરીએ તો સુરતના હીરા ઉદ્યોગમાં દીવાળી વેકેશનમાં કારખાના બંધ રહેવાના પગલે તૈયાર માલની સંભવિત અછત ઉભી થવાની ચિંતા વચ્ચે અમેરીકાના રિટેલર અને ડીલરો તેની ક્ષમતા મુજબના માલનો સ્ટોક કરી રહ્યાં છે.F-J, VS-SI કેટેગરીના 2 થી 3 કેરેટ સુધીના રાઉન્ડ કટ હીરાની જબરી માંગ છે.જ્યારે 1 કેરેટના હીરાની માંગ નબળી છે.
બેલ્જિયમમાં પોલિશ્ડ ટ્રેડિંગ સ્થિર છે.અમેરીકા લગ્નસરાની સિઝનને અનુલક્ષીને ઉભી થયેલી F-H, VVS કેટેગરીના 1 કેરેટના હીરાની માંગ પર બેલ્જિયમના કારોબારીઓએ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.બીજી તરફ મજબુત માંગ વચ્ચે રફની કીંમત પર સેકન્ડરી માર્કેટમાં પ્રીમિયમ બોલાઈ રહ્યા છે.ઇઝરાયેલના સ્થાનિક બજારમાં વેપાર પ્રવૃત્તિ ધીમી છે.પરંતુ હકારાત્મક અભિગમ સાથે અમેરીકાના બજારો પર ફોકસ છે.G-J, VS-SI કેટેગરીના 1.50 થી 2 કેરેટના હીરાના પુરતા ઓર્ડર છે.તો 3 થી 5 કેરેટ વજનના ફેન્સી હીરાનું પણ સારું પ્રદર્શન છે.ઇઝરાયેલના હીરા કારોબારીઓ વ્યાજબી કિંમતે યોગ્ય માલ ખરીદવા ભારત અને હોંગકોંગની મુસાફરી કરી રહ્યા છે.હોંગકોંગના હીરા બજારમાં D-I, VVS-SI કેટેગરીના 0.30 થી 0.80 કેરેટ વજનના હીરાની માંગ છે.તો 1 કેરેટ વજનના રાઉન્ડ અને ફેન્સીમાં પણ મજબૂત ડીમાન્ડ છે.
મુંબઈના હીરા બજારમાં G-H, VS-SI કેટેગરીના 0.50 થી 1 કેરેટના હીરાની જબરી માંગ છે.દિવાળી વેકેશન નજીક આવી ગયુ હોવા છતા પણ સુરતમાં રફ હીરાની મોટી ડીમાન્ડ છે.માંગ અને પુરવઠાની સ્થિતિ ખોરવાતા રફ હીરાની ઉંચે ગયેલી કીંમતોના કારણે કારખાનેદારોના પાતળા નફા માર્જિનને પગલે મેન્યુફેકચરીંગ ક્ષેત્ર હાલ તો પ્રભાવિત જણાય છે.