ડાયમંડ ટાઇમ્સ
મેહુલ ચોકસી અને નિરવ મોદીએ પંજાબ નેશનલ બેંકના અધિકારીઓ સાથેની સાંઠગાંઠ અને કાવતરા રચીને બેંકને ભયંકર આર્થિક નુકસાની પહોંચાડી હતી.પંજાબ નેશનલ બેંકને મોટો ચૂનો લગાવીને દેશમાંથી ભાગી ગયેલા આ બંને હીરા કારોબારીઓ નિરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસીની મુશ્કેલીઓ હવે દિવસે દિવસે વધી રહી છે. એન્ટીગુઆ અને બર્મુડાની સરકારે મેહુલ ચોક્સીની નાગરિકતા રદ કરી દીધી છે. ઘણા મહીના અગાઉ મેહુલ ચોક્સીએ કેરેબિયન દેશોમાં રોકાણના કાર્યક્રમોની ખાસ સ્કીમ અંતર્ગત નાગરિકતા પ્રાપ્ત કરી હતી.પરંતુ હવે તેને રદ કરી દેવામાં આવી છે.ઉલ્લેખનિય છે કે નિરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સીએ ભારતમાંથી ભાગી જઈને પ્રથમ એન્ટીગુઆ અને બર્મુડામાં આશરો લીધો હતો.
તાજેતરમાં જ નિરવમોદીની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.લંડનની કોર્ટ દ્વારા તેને ભારતને સોંપી દેવાના પ્રત્યાર્પણને મંજૂરી આપી દેવામાં આવી છે.હવે આ મામલો બ્રિટનના ગૃહમંત્રાલય સમક્ષ જવાનો છે.આ મામલે નિરવ મોદીને ભારતને સોંપી દેવાના પ્રયત્નોમા ભારત સરકારને સફળતા મળશે તેવુ સરકારી સુત્રોનું માનવુ છે