લોકસભામાં નાણામંત્રીની માહિતી: હજુ વસુલાત ચાલુ છે
DIAMOND TIMES – દેશના બેંક ડીફોલ્ટર ભાગેડુ નિરવ મોદી, મેહુલ ચોકસી તથા વિજય માલ્યાની ભારતમાં રહેલી સંપતિ સરકારે જપ્ત કરી છે અને અત્યાર સુધીમાં સરકારે તે વહેંચીને રૂા.13109 કરોડ જેવી રકમ મેળવી છે. આજે લોકસભામાં માહિતી આપતા નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું કે દેશમાં ભાગેડુની સંપતિ જપ્ત કરીને આટલી મોટી રકમ મેળવાઈ હોય તેવી પ્રથમ ઘટના છે. હજુ આ તમામનું પ્રત્યાર્પણની કામગીરી પણ ચાલુ છે અને તેમને સજા પણ મળશે. માલ્યા પાસે બેંકો કુલ રૂા.9 હજાર કરોડ અને મેહુલ ચોકસી તથા નિરવ મોદી પાસે રૂા.13 હજાર કરોડની રકમ માંગે છે. જેમાંથી 13109 કરોડ વસુલીને બેંકોને તે આપી દેવામાં આવી છે અને હજુ આ પ્રક્રિયા પુરી થઈ નથી.