લેબગ્રોન વર્સિસ રિયલ : જાપાનના ઝવેરીઓ વચ્ચે જામી પડી

827

DIAMOND TIMES – ગત વર્ષ 2020 માં લેબગ્રોન હીરાનું વૈશ્વિક ઉત્પાદન 6 મિલિયનથી 7 મિલિયન કેરેટની આસપાસ પહોંચી ગયું છે.બેઇન એન્ડ કંપનીના એક અહેવાલ મુજબ આ આંકડો દાયકાના અંત સુધીમાં સંભવિત રીતે ત્રણ ગણો વધી શકે છે.ચીન અને અમેરીકા તેના મુખ્ય ખરીદદાર દેશો છે. ધીમેધીમે વિશ્વના અન્ય દેશમાં પણ લેબગ્રોન માર્કેટ વિકસી રહ્યુ છે.જેમા હવે એક નવા દેશ જાપાનનો પણ ઉમેરો થયો છે.જાપાન ટાઈમ્સના અહેવાલ મુજબ જાપાન માં પણ કુદરતી હીરા જેવી ઉચ્ચ ગુણવત્તા અને બંધારણ ધરાવતા લેબગ્રોન હીરાનું બજાર ધીમે ધીમે  વિકસી રહ્યુ છે. જાપાનની પ્રજા કુદરતી હીરાની તુલનાએ અડધી કીંમતે મળતા લેબગ્રોન હીરાને અપનાવતી થઈ હોવાના અહેવાલ છે.

જાપાન ગ્રોન ડાયમંડ એસોસિએશન VS જાપાન જ્વેલરી એસોસિએશન

જાપાન ગ્રોન ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિ નિયામક શિગેયુકી ઇશિદાએ કહ્યું કે હાલમાં જાપાનના કુલ હીરા અને ઝવેરાત બજાર માં લેબગ્રોનનો હિસ્સો માત્ર 1 ટકા છે.વર્તમાન સમયે જાપાનમાં મયુમી કાવામુરા નામની કંપની લેબગ્રોન હીરાનું ઓન લાઇન વેચાણ કરનાર મુખ્ય કંપની છે. મયુમી કાવામુરા કંપનીના પ્રવકતાના કહેવા મુજબ જાપાની લોકો પર્યાવરણની જાણવણીની સાથે સંઘર્ષ રહીત કુદરતી હીરાનો નૈતિક વિકલ્પ શોધે છે. ઉલ્લેખનિય છે કે મયુમી કાવામુરા કંપનીએ ઇન્સ્ટાગ્રામ પર લેબગ્રોન હીરા જડીત નેકલેસ,ઇયરિંગ્સ અને સુંદર બંગડીઓ સહીતના ઘરેણા પ્રમોશન માટે મુક્યા છે.

બીજી તરફ જાપાનમાં વિકસી રહેલા લેબગ્રોન હીરા અને હીરા જડીત ઝવેરાતના બજાર બાબતે જાપાન જ્વેલરી એસોના વરિષ્ઠ ડિરેક્ટર હિસાઓ કાટોએ પ્રતિસાદ આપતા કહ્યુ કે લેબગ્રોન હીરાને તેઓની સંસ્થા રત્ન તરીકે માન્યતા આપતી નથી. કારણ કે કુદરતી હીરા રેર અને મુલ્યવાન છે.જ્યારે તેની તુલનાએ લેબમાં તૈયાર કરવામાં આવેલા આ હીરા માનવ સર્જિત અને દુર્લભ નથી.બીજી તરફ કાવામુરાએ પ્રતિબધ્ધતા વ્યકત કરતા કહ્યુ છે કે આગામી સમયમાં જાપાની લોકોના વિચારો બદલાશે.અમારી કંપની તેને એક મિશન તરીકે નિહાળે છે.