ડાયમંડ ટાઇમ્સ
આજથી એટલે કે 1 માર્ચથી દેશમાં બેન્કીંગ, શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્ર સાથે જોડાયેલ અનેક મહત્વના ફેરફાર લાગુ પડી ચુક્યા છે.જેની સીધી અસર સામાન્ય જનજીવન પર થતી હોવાથી આ મહત્વનાં ફેરફાર વિશે માહિતગાર થવુ ખુબ જ જરૂરી છે.
‘વિવાદ સે વિશ્વાસ યોજના’ની સમયસીમા વધી :આવકવેરા વિભાગે ‘વિવાદ સે વિશ્ર્વાસ’ યોજના અંતર્ગત વિવરણ આપવાની યોજનાની સમય સીમા 31 મી માર્ચ સુધી લંબાવી દીધી છે.જયારે વધારાની કર રકમના ચુકવણા માટે 30 એપ્રિલ સુધીનો સમય અપાયો છે.
એસબીઆઈ ગ્રાહકો માટે કેવાયસી અનિવાર્ય:1 માર્ચથી ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઈ)ના ગ્રાહકોએ પોતાનું કેસવાયસી કરાવવું ફરજીયાત રહેશે.જે ગ્રાહક આમ નહી કરે તેમના ખાતામાં સબસીડી જેવી સરકારી યોજનાઓની રકમ જમા નહિં થાય.
નવો આઈએફસી કોડ અમલમાં આવશે:સોમવારે વિજયાબેન્ક અને દેના બેન્કના જુના આઈએફએસસી કોડ કામ નહી કરે. બેન્કીંગ લેવડ દેવડ માટે ગ્રાહકોએ નવો આઈએફએસસી કોડનો સહારો લેવો પડશે.
જીએસટી વાર્ષિક રિટર્ન ભરવાની મુદતમાં વધારો : કેન્દ્ર સરકારે જીએસટીના વાર્ષિક રિટર્ન ભરવાની મુદતમાં વધારો કર્યો છે. 2019-20નું વાર્ષિક રિટર્ન હવે 31 માર્ચ સુધી ભરી શકાશે. સરકારે બીજી વખત એકસટેન્શન આપ્યુ છે.નાણાંમંત્રાલય દ્વારા સતાવાર રીતે એમ જાહેર કરવામાં આવ્યું છે કે 28મી ફેબ્રુઆરી સુધીની મર્યાદા હતી. પરંતુ સેંકડો કરદાતાઓ જીએસટીઆર-9 તથા જીએસટીઆર-9સી રિટર્ન સમયસર ભરવામાં મુશ્કેલી અનુભવતા હોવાનું ધ્યાનમાં આવતા તારીખ લંબાવી દેવામાં આવી છે.
ત્રણ રાજયોમાં પ્રાથમીક સ્કુલો ખુલશે:આજથી ત્રણ રાજયોમાં પ્રાથમીક સ્કુલો સંપૂર્ણપણે ખુલશે ઉતર પ્રદેશ અને બિહારમાં જયાં સરકારે ધોરણ 1 થી 5 સુધીનાં બધા વર્ગો ચાલુ કરવાનો ફેંસલો કર્યો છે. ત્યાં હરીયાણામાં ધોરણ એક અને બ માટે પણ નિયમીત વર્ગો શરૂ થઈ જશે.