1 જુલાઇથી 50 લાખની ખરીદી પર 0.1% ટીડીએસ કપાશે

366

DIAMOND TIMES – 10 કરોડથી વધુનું ટર્નઓવર માટે લાગુ થશે આ નિયમ : પાનકાર્ડ નહીં ધરાવનાર પાસેથી પાંચ ટકા ટીડીએસની વસૂલાત કરાશે

1 જુલાઇ 2021 થી ટીડીએસના નિયમોમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવશે. તેના માટે કલમ 194 Q માં ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી જે વેપારીનું ટર્નઓવર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 10 કરોડ અથવા તેના કરતાં વધુ હોય તે વેપારીએ ૫૦ લાખથી વધુ ખરીદી કરતા પહેલા 0.1% ટીડીએસ કાપીને જમા કરાવવો પડશે. એટલે 50 લાખની ખરીદી પર 500 રૂપિયાનો ટીડીએસ વિભાગમાં ફરજિયાત જમા કરાવવો પડશે. આ ઉપરાંત પાનકાર્ડ નહીં ધરાવનાર વેપારીનું બિલ બનાવતા પહેલા પાંચ ટકા ટીડીએસ કાપવાનો નિયમ લાગુ કરવામાં આવશે. જો કે આ નિયમનો અમલ આગામી એક જુલાઇથી લાગુ કરવામાં આવે તે પહેલા આવી રહેલા તમામ બિલની ચુકવણી કરી દેવામાં આવે તો તે પેટે ટીડીએસ કાપવાનો રહેશે નહીં.

10 કરોડથી વધુ ટર્નઓવર ધરાવનાર પાસે 0.1% ટીસીએસ (ટેકસ કલેકશન સોર્સ) કાપવાનો નિયમ ઓકટોબર 2020 થી લાગુ કરવામાં આવ્યો છે. જ્યારે એક જુલાઇથી ટીડીએસ કાપવાનો નિયમ લાગુ કરવામાં આવનાર છે. જો કે વેપારી દ્વારા ટીડીએસ કાપવામાં આવ્યો હોય તો પછી ટીસીએસ કાપવાનો રહેશે નહીં ટીડીએસ નહીં જમા કરાવનાર સામે કાર્યવાહી થશે

10 કરોડથી વધુ ટર્નઓવર ધરાવનાર વેપારી દ્વારા ટીડીએસ કાપીને ઇન્કમટેકસમાં જમા કરાવવામાં નહીં આવે તો નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. જેથી વેપારીએ વિભાગમાં જમા કરાવેલ એટલે કે રિટર્નમાં દર્શાવેલા 30 ટકા બિલને માન્યતા આપવામાં આવશે નહીં તેના લીધે તેનો ટેકસ વસુલ કરવામાં આવશે