DIAMOND TIMES – સ્વિસ જેમેલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ (એસએસઇએફ) દ્વારા રત્નોની સમજણ માટે “ અન્ડર સ્ટેડીંગ જેમ્સસ્ટોન ” શિર્શક હેઠળ વિવિધ ભાષાઓમાં નિશુલ્ક ઓનલાઈન અભ્યાસક્રમોની શ્રેણી શરૂ કરી છે.અંગ્રેજી, ફ્રેન્ચ અને સરળ ચાઇનીઝ ભાષામાં ઉપલબ્ધ આ અભ્યાસક્રમો હીરા,એમરાલ્ડ,મોતી, માણેક અને નીલમ સહીત પ્રત્યેક વિશિષ્ટ રત્નને આવરી લેવામાં આવ્યા છે.વળી એસએસઈએફ ભવિષ્યના અભ્યાસક્રમોમાં વધુ રત્ન અને ભાષાઓ ઉમેરવાની યોજના ધરાવે છે.ઉલ્લેખનિય છે કે આ તમામ અભ્યાસક્રમો વિશાળ ઓનલાઈન પ્લેટફોર્મ પર અવેલેબલ હોવાથી તેનો લાભ ખુબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ લઈ શકે છે.
આ અભ્યાસક્રમોની વિશાળ શ્રેણીમાં દરેક કોર્સમાં રત્ન અને તેનો ઇતિહાસ,ગુણધર્મો, રત્નોની ખાણો,રત્નો કેવી રીતે રચાય છે તે વિશેની માહિતી તેમજ લેબગ્રોન રત્નો અંગેના પરિચયનો સમાવેશ થાય છે.દરેક કોર્સના અંતે વિદ્યાર્થીઓની મૌખિક પરિક્ષા લેવામાં આવે છે જેમા ઉર્તિણ થનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવે છે.
એસએસઇએફનું મિશન રત્ન સંશોધન અને રત્ન શિક્ષણ પ્રદાન કરવાનું છે : ડો. માઇકલ એસ.ક્રિઝેમ્નીકી
સ્વિસ જેમેલોજિકલ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડો. માઇકલ એસ.ક્રિઝેમ્નીકીએ મીડીયા સાથેની વાતચીતમાં કહ્યુ કે અમને વિશ્વના અનેક પ્રખ્યાત અને અપવાદરૂપ દુર્લભ રત્ન પરીક્ષણોનો લહાવો મળ્યો છે.પરિણામે અમને મળેલા આ અનુભવનો લાભ વૈશ્વિક હીરા ઝવેરાત ઉદ્યોગને વહેચવા માંગીએ છીએ.ઓનલાઇન અભ્યાસક્રમોના માધ્યમથી આ રત્નો વિશે સમગ્ર વિશ્વના વિદ્યાર્થીઓને વિના મૂલ્યે અમો અવગત કરાવવાની નેમ રાખી રહ્યા છીએ.એસએસઇએફના અભ્યાસક્રમોનો પ્રારંભ બે દાયકા અગાઉ થયો હતો.બિન-લાભકારી સ્વિસ ફાઉન્ડેશન તરીકે એસએસઇએફનું મિશન રત્ન સંશોધન અને રત્ન શિક્ષણ પ્રદાન કરવાનું છે.