છેતરપિંડી અટકાવવા હીરા પર લેસર માર્ક કરવાની ટેકનોલોજીનો આવિષ્કાર

19

DIAMOND TIMES- અમેરીકા સ્થિત ફોટોસ્ક્રાઇબ ટેક્નોલોજીસ કંપનીએ હીરાની છેતરપિંડી અટકાવવા હીરાની સપાટીની અંદરના ભાગમાં લેસરની મદદથી ખાસ માર્કીંગ કરવાની નવી ટેકનોલોજીનો આવિષ્કાર કરવાનો દાવો કરવામાં આવ્યો છે.ઉલ્લેખનિય છે કે હીરાની અંદર ખાસ ટેકનિકથી એક વખત લેસર માર્ક લાગી ગયા બાદ તેને હીરામાથી દુર કરવો ખુબ મુશ્કેલ છે.

મીડીયા અહેવાલ મુજબ યુએસ સ્થિત ફોટોસ્ક્રાઇબ ટેક્નોલોજીસ કંપની દ્વારા આ નવી ટેકનોલોજીને કેટલાક વર્ષો પહેલા વિકસાવવામાં આવી હતી.જેની મદદથી પોલિશ્ડ હીરામાં આ લેસર માર્કીંગ કરી શકાય છે.આ માર્કને માઈકોસ્ક્રોપમાં 10 X ઝુમ કરીને નિહાળી શકાય છે. કંપનીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે તાજેતરમાં કૃત્રિમ હીરાનું બજાર વિકસી રહ્યુ છે.આવી આદર્શ સ્થિતિ વચ્ચે કુદરતી અને લેબગ્રોન હીરાના કારોબારમાં ગ્રાહકોનો વિશ્વાસ વધે તે માટે દરેક પ્રકારના હીરાને એક સ્થાયી ઓળખની જરૂર જણાતા આ નવી ટેકનોલોજીનો આવિષ્કાર કરવામાં આવ્યો છે.