અમેરિકાના જ્વેલરી સ્ટોરમાં 1.5 મિલિયન ડોલરની લૂંટની ઘટનામાં સામેલ ચાર લૂંટારું ઝડપાયા

26

DIAMOND TIMES : અમેરિકાના ફ્રેન્કલીન ખાતે JCPenny જ્વેલરી સ્ટોરમાં લૂંટ દરમિયાન ચાર ધાડપાડુંઓની ધરપકડ કરવામાં આવી છે.આ ચારેય લૂંટારુઓ હાલના દિવસોમાં કરવામાં આવેલી 1.5 મિલિયન ડોલરની શ્રેણીબદ્ધ લૂંટમાં સામેલ હોવાની શંકા છે.

ફ્રેન્કલીન, ટેનેસી, યુએસએમાં કૂલસ્પ્રીંગ્સ ગેલેરિયા ખાતે હીરાની જ્વેલરી ચોરી કરવા માટે તેઓએ ડિસ્પ્લે કેસને હથોડી વડે તોડી નાખવના કેસમાં આ ચાર શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી.

આ કેસ બાબતે પોલીસનું કહેવું છે કે એક શંકાસ્પદ વ્યક્તિએ કર્મચારી પર સ્પ્રેનો છંટકાવ કર્યો હતો અને બીજાએ અધિકારીની બંદૂક ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. તાજેતરના અઠવાડિયામાં ટેનેસી અને અરકાનસાસના મોલ્સમાં ઓછામાં ઓછી પાંચ સમાન સ્મેશ-એન્ડ-ગ્રૅબ લૂંટ થઈ છે.

પોલીસ માને છે કે આ ચાર ચોર આ ચોરીઓમાં પણ સંકળાયેલા હોઈ શકે છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પર લૂંટ, ઘોર તોડફોડ અને ધરપકડથી બચવાના આરોપ મૂકવામાં આવ્યા છે.

જ્વેલર્સ સિક્યોરિટી એલાયન્સે એક અપડેટમાં જણાવ્યું હતું કે, એક શંકાસ્પદ વ્યક્તિ ટોપી, હૂડી અને સર્જિકલ માસ્ક પહેરીને સ્ટોરમાં ઘૂસ્યો હતો.

અંધારી રાત્રે આ માણસને સનગ્લાસ પહેરેલા જોયા પછી, સ્ટોરના કર્મચારીએ પોલીસને બોલાવી હતી. નજીકની અન્ડરકવર પોલીસે શંકાસ્પદને ઓળખી કાઢ્યો જે પછી ઘટનાસ્થળેથી ભાગી ગયો અને અન્ય લોકો સાથે વાનમાં જોડાયો હતો.