ઓકલેન્ડમાં એક સાથે ચાર જ્વેલરી સ્ટોરમાં લૂંટ, પ્રતિકાર કરનાર કર્મચારી ગંભીર ઘાયલ

DIAMOND TIMES : ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં વિવિધ સ્ટોરના જ્વેલરી કર્મચારીઓ હાલના દિવસોમા લૂંટના શિકાર બની રહ્યા છે. એક અહેવાલ અનુસાર, એક કર્મચારી હુમલામાં ગંભીર ઘાયલ થયો હતો જે હાલ સારવાર હેઠળ છે. સ્થિતિ એ છે કે સ્ટોરના માલિકે હંગામી રીતે સ્ટોર બંધ કરી દીધો છે.

આ લૂંટનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં ધોળે દિવસે લૂંટારૂઓ પોતાની કારમાં બેસીને ભાગતા જોઇ શકાય છે. આ લૂંટારૂઓ પૈકી એક હથોડાથી રસ્તા પર ચાલી રહેલા શખ્સ પર હુમલો કરતો પણ જોઇ શકાય છે જે લૂંટારૂઓને રોકવાની કોશીશ કરી રહ્યો હતો.

જે દુકાનો પર લૂંટ કરવામાં આવી છે તેમાં માઇકલ હિલ સ્ટોર, બ્રાઉનસન જ્વેલર્સ, વેસ્ટગેટ મોલ અને સિલ્વરડેલ સ્ટોર સામેલ છે. નવાઇની વાત એ છે કે આટલા બધા સ્ટોરમાં એકસાથે લૂંટ હથિયારો સાથે ધોળે દિવસે કરવામાં આવી હતી. ન્યુઝીલેન્ડના ઉદ્યોગ જૂથ જ્વેલર્સ એન્ડ વોચમેકર્સના પ્રમુખ બ્રાયન બેરેટે જણાવ્યું હતું કે, આ ગુનાઓના આ ગુનેગારોની ક્રિયાઓનું કોઈ પરિણામ નહીં મળે.