દક્ષિણ ભારતમાં હીરા જડીત દાગીનાની મજબૂત માંગ રહેવાની અપેક્ષા વ્યકત કરતું ફોરએવરમાર્ક

DIAMOND TIMES – ડીબીયર્સની ફોરએવરમાર્ક સૌથી વિશ્વસનીય હીરાની બ્રાન્ડ્સ છે.ફોરએવરમાર્ક દક્ષિણ ભારતમાં હીરા જડીત જ્વેલરીની માંગને લઈને ઉત્સાહિત છે.આ બ્રાન્ડને ગયા વર્ષે પણ પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો. ફોરએવરમાર્કએ દક્ષિણ ભારતમાં હીરા જડીત દાગીનાની મજબૂત માંગ રહેવાની સંભાવના વ્યકત કરતા હીરા જડીત દાગીનાની માંગમાં બે આંકડાની વૃદ્ધિની અપેક્ષા રાખે છે.

ડી બીયર્સ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સચિન જૈને કહ્યુ કે પાછલા કેટલાંક વર્ષોમાં અમારા માટે વૃદ્ધિનો માર્ગ ખૂબ જ મજબૂત રહ્યો છે.અમે અપેક્ષા રાખીએ છીએ કે તે ચાલુ રહેશે.લોકો લક્ઝરી ઉત્પાદનોમાં રોકાણ કરવા માગે છે.પરંતુ મૂલ્યમાં વાસ્તવિકતાની ખાતરી ઇચ્છે છે.કોરોનાના કારણે અનુભવાયેલા પડકારો છતાં ભારતીય ગ્રાહકોએ હીરાના આભૂષણોની મજબૂત માંગ વ્યક્ત કરી છે.જે અન્ય લક્ઝરી કેટેગરીની માંગને વટાવી રહી છે.અમે અનન્ય કિંમતી જ્વેલરીની દુનિયા બનાવી છે.ફોરએવરમાર્ક બ્રાન્ડ દક્ષિણ ભારતમાં સતત વિકાસ પામી રહી છે.જે ભારતમાં ફોર એવરમાર્કનું સૌથી મોટું બજાર છે.ફોરએવરમાર્ક તેના કારોબારને વિસ્તરણ કરવા આતુર છે.