THKના ઉત્પાદનોનું સહુથી વધુ વાર્ષિક વેચાણ બદલ : TECHNOHUB INC. ને એવોર્ડ

222

DIAMOND TIMES : જાપાનની એન્જીનયરિંગ ક્ષેત્રની જાણીતી કંપની THK ભારતમા તેના વિવિધ ઉત્પાદનોનું વેંચાણ કરે છે. ગુજરાત રાજ્ય માટે રાજકોટની TECHNOHUB INC.નામની અગ્રણી કંપની THKના SUB-DISTRIBUTOR છે.નોંધનિય છે કે હીરાને તૈયાર કરવા માટે વપરાતી લેસર સહીતની વિવિધ મશીનરી તથા CNC MACHINEમાં વપરાતા વિવિધ પાર્ટ્સ પણ THK દ્વારા બનાવવામાં આવે છે.આ પાર્ટ્સ સહીત વિવિધ પ્રકારના અન્ય ઉત્પાદનોનું પણ રાજકોટની TECHNOHUB INC. કંપની દ્વારા ગુજરાતના વિવિધ શહેરોમાં વેંચાણ કરવામાં આવે છે.

હાર્દિક પરસાણા અને પ્રમોદ પીપળીયાનો પ્રતિભાવ : TECHNOHUB INC.ની સિધ્ધિ માનવંતા ગ્રાહકો અને ટીમને આભારી 

જાપાનની એન્જીનયરિંગ ક્ષેત્રની જાણીતી કંપની THKના એક અગ્રણી SUB-DISTRIBUTOR તરીકે વિતેલા વર્ષ 2022 દરમિયાન THKના વિવિધ ઉત્પાદનોનું સમગ્ર ભારતમાં સહુથી વધુ વેંચાણ કરવાની આ વિશિષ્ટ સિધ્ધિ બદલ TECHNOHUB INC.ને સન્માનિત કરવામાં આવી હતી.

આ પ્રસંગે THK ના PRESIDENT & CEO MR.AKIHIRO TERAMACHI વરદ હસ્તે એવોર્ડનો સ્વીકાર કરનારા TECHNOHUB INC.ના હાર્દીક પરસાણા તેમજ પ્રમોદ પીપળીયાએ પોતાના પ્રતિભાવમાં કહ્યું હતુ કે કંપનીએ મેળવેલી આ સફળતાનો સમગ્ર શ્રેય અમારા માનવંતા ગ્રાહકો અને અમારી THK INDIA અને SEIMITSU ટીમને જાય છે. અમારા ગ્રાહકોએ અમારા પર મુકેલા વિશ્વાસના કારણે જ આ શક્ય બન્યું છે.આગામી સમયમાં પણ અમારા માનવંતા ગ્રાહકો તરફથી તેમજ અમારી સમસ્ત ઉત્સાહી ટીમ તરફથી આવો જ ઉષ્માસભર સહકાર મળતો રહે એવી અમને અપેક્ષા અને ભરપુર વિશ્વાસ છે.