આ ખાસ કારણથી 9 જુલાઈનો દીવસ વૈશ્વિક હીરા ઉદ્યોગ માટે બનશે ઐતિહાસિક

886

DIAMOND TIMES – અગ્રણી ઓક્શન હાઉસ સોથેબી આગામી તારીખ 9 જુલાઈના રોજ હોંગકોંગમાં અંદાજીત 15 મિલિયન ડોલરની કીંમતના,પિયર સેઇપ,ડી કલરના 101 કેરેટ વજનના હીરાની હરાજી કરશે.આ હીરાની ખરીદીના બદલામાં બિટકોઇન કે ઇથર સહીતની ક્રિપ્ટોકરન્સીમાં પેમેન્ટ સ્વીકારવાની શોથેબીએ જાહેરાત કરી છે.જો બધુ નિર્ધારીત રીતે પાર પડશે તો આગામી 9 જુલાઈનો દીવસ હીરા ઉદ્યોગ માટે પરિવર્તનકારી ઐતિહાસિક દીવસ બની જશે.સોથેબીએ કહ્યુ કે 100 કેરેટના કુલ 10 હીરાની હરાજીની ઓફર કરવામાં આવી છે.જે દશ હીરા પૈકી માત્ર બે હીરા જ પિઅર-આકારના છે.આ હીરો વિન્સ્ટન લેગસી પછીનો બીજો સૌથી મોટો પિઅર-આકારનો હીરો છે.વિન્સ્ટન લેગસી ડાયમંડ 2013માં જીનીવાના ક્રિસ્ટીઝ ઓક્શનમાં 26.8 મિલિયન ડોલરમાં વેંચાયો હતો.

આ અંગે ઓક્શન હાઉસ સોથેબીના વૈશ્વિક લક્ઝરી ડિવિઝન ના મેનેજિંગ ડિરેક્ટર જોશ પુલાને પ્રતિભાવ આપતા કહ્યુ કે હીરા એ ઝવેરાતનો એક ભાગ જ છે.જેથી કંપનીની પોલિસી પ્રમાણે અમે ડિજિટલ કરન્સી સ્વીકારી રહ્યા છીએ. અત્યાર સુધી નાની સાઈઝના હીરાના વેંચાણના બદલામાં પેમેન્ટ તરીકે ઇથર અથવા બિટકોઇન સ્વીકારવામાં આવતા હતા.પરંતુ 10 થી 15 મિલિયન ડોલર(અંદાજીત રૂપિયા 100 કરોડ) ની વેચાણ કિંમતનો અંદાજ ધરાવતા 101 કેરેટના પિયર સેઇપ હીરાની ખરીદીના બદલામાં ક્રિપ્ટોકરન્સીમાં પેમેન્ટ કરવાની સવલત આપવી એ અત્યાર સુધીની સહુથી મોટુ કદમ છે.તેમણે ડોલરના વર્તમાન દરની તુલનાએ લગભગ 303 થી 455 બીટકોઇન્સની સમકક્ષ પેમેન્ટ થાય એવી ધારણા વ્યક્ત કરી હતી.

જ્વેલરી ફોર સોથેબી એશિયાના ઉપાધ્યક્ષ વેનહાઓ યુએ કહ્યુ કે અમે વિશ્વભરના શ્રીમંતોની ઝવેરાત અને અન્ય લક્ઝરી વસ્તુઓની ખરીદીની ભૂખ જોઇ રહ્યા છીએ.વળી એશિયાના દેશોમાં યુવાઓમાં ક્રિપ્ટોકરન્સીના ચલણનો વધી રહેલો ક્રેઝ પણ અનુભવી રહ્યા છીએ. હીરાની ખરીદીના બદલામાં પેમેન્ટ તરીકે ક્રિપ્ટોકરન્સીમાં ચુકવણી માટેની શક્યતાઓનું નિરીક્ષણ કર્યા પછી અમોએ આ જાહેરાત કરી છે. હવે પૃથ્વીના દુર્લભ અને મહાન વૈભવી ખજાનામાં સામેલ હીરાની ખરીદીના બદલામાં ક્રિપ્ટો ચુકવણીનો વિકલ્પ રજૂ કરવાનો અવસર અમારા માટે અભૂતપૂર્વ છે.અમે અન્ય જ્વેલરીની ખરીદીના બદલામાં ક્રિપ્ટોકરન્સીની ચુવણીની તકોનું વિશ્લેષણ કરવાનું ચાલુ રાખીશું.