DIAMOND TIMES –ઓલ્ડ ઇઝ ગોલ્ડની કહેવત પ્રચલિત કહેવાત જ્વેલરી સેગમેન્ટમાં યથાર્થ સાબિત થઇ રહી છે.સોનાની કિંમતો ગમે તેટલી વધે પણ તેનો ચળકાટ અકબંધ રહ્યો છે.તહેવારો ટાણે સોનાની નીચી કીંમતથી ઝવેરાત બજારમાં ઝગમગાટ વધ્યો છે.સોનાનો ભાવ ટોચના સ્તરેથી 17 ટકા નીચો હોવાથી કોરોનાના કારણે ગત વર્ષની ફેઈલ ગયેલી સિઝન સરભર થઈ જવાનો ઝવેરીઓનો આશાવાદ છે.સોનાની કિંમત વધતા હેવી જ્વેલરીને સમાંતર હવે લાઇટ વેઇટ જ્વેલરીનું પણ આકર્ષણ વધી રહ્યું છે.
આવી આદર્શ સ્થિતિ વચ્ચે ગોલ્ડ જ્વેલરીના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે ગુજરાતની બોલબાલા વધી રહી છે.હીરા ઉદ્યોગ પછી ગોલ્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં આગામી ટૂંકાગાળામાં ગુજરાત હબ બનશે.વર્તમાન સમયે બૂલિયનના કારોબારમાં ગુજરાત ટોચના સ્થાને છે.વિદેશમાથી ભારતમા આયાત થતી કુલ 650-700 ટન સોનાની આયાતમાં ગુજરાતનો સૌથી વધુ 60-65 ટકા હિસ્સો છે.જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં કલકત્તા ભલે ટોચના સ્થાને હોય,પરંતુ એન્ટિક-લાઇટ વેઇટ જ્વેલરીના મેન્યુફેકચરીંગમાં ગુજરાત મોખરે છે.વળી ઉત્સાહજનક બાબત તો એ છે કે ગુજરાતમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે.
સરકારી આંકડાઓ મુજબ ગુજરાતમાં પ્રતિ મહીને જ્વેલરીનો 1500-1700 કરોડનો કારોબાર થાય છે.વર્તમાન સમયે સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડાના પગલે સોનાની મોટા પાયે માંગ ખુલી છે . સરકાર પણ ફિઝિકલ ગોલ્ડ ઉપરાંત પેપર ગોલ્ડને વધુ પ્રાધાન્ય આપી રહી છે.જેને ધ્યાનમાં લેતા ગુજરાતના ગાંધીનગરમાં ગોલ્ડ એક્સચેન્જને સરકારે મંજૂરી આપે છે.
બૂલિયન એક્સચેન્જ કાર્યરત થતા સોનાની ફિઝિકલ માગને વેગ મળશે.એટલું જ નહિં સોનાની આયાત ડ્યૂટી પણ ધીમે-ધીમે ઘટતી જશે.આગામી કેટલાક વર્ષો પછી સોના પરની ડ્યૂટી ઝીરો થઇ શકે છે.આકર્ષક રિટર્ન, સલામત રોકાણ અને ઇમરજન્સી જરૂરીયાત માટે ગોલ્ડ પ્રથમ સ્થાને છે.કોરોના મહામારીમાં સોનામાં કરેલું રોકાણ જ કટોકટીમાં કામ આવ્યું હતુ.આવા તો અનેક દાખલાઓ આપી શકાય છે.સોનુ લાંબા ગાળે ઉત્તમ વળતર આપતો એક મજબુત વિકલ્પ સાબિત થયું છે.સોનાને લઈને અનેક આશંકાઓ વચ્ચે પણ સોનાએ પોતાની ચમક હંમેશા જાળવી રાખી છે.બેંક એફડી કે અન્ય સેવિંગ્સની તુલનાએ સોનાએ વધુ રિટર્ન આપ્યુ છે.
જ્વેલરી ઉદ્યોગનો ઝગમગાટ વધારવાના સુચનો
10 ટકાના દરે જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ, કોરોના પૂર્વ સ્તરે પહોંચ્યો
ભારતે પ્રાઇઝ ડિસ્કવરી કરવા માટે આયાત સામે નિકાસ કરવી જરૂરી
બુલિયન એક્સચેન્જ શરૂ થતા આયાત ડ્યૂટી ઘટી ઝીરો થઇ જશે
દેશમાં બુલિયનની થતી આયાતમાં ગુજરાતમાં 60 ટકા આયાત
વધુ સેલર્સ ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર ગુજરાતીઓ, દેશમાં બીજા ક્રમે