DIAMOND TIMES – અમેરીકામાં જ્વેલરી સેલ્સમેન પર હિંસક હુમલો કરી હીરા-ઝવેરાતની લુંટ ચલાવતી કુખ્યાત ટોળકીના પાંચ સાગરીતોને કોર્ટે જેલમાં ધકેલીને 7 મિલિયન ડોલરનો દંડ ફટકાર્યો છે.
એસ.એ.ટી.જી ના ટૂંકા નામે ઓળખાતી અને સમગ્ર અમેરીકામાં હાહાકાર મચાવનાર આ કુખ્યાત ગેંગના સભ્યો ખાસ કરીને જ્વેલરી સેલ્સમેનને શિકાર બનાવી જ્વેલરી અને પૈસાની લુંટ ચલાવતી હતી.આ મોડસ ઓપરેન્ડી મુજબ ટેક્સાસ ના ઇરવીંગ પ્રાંતમાં જ્વેલરી સેલ્સમેનને લુંટી લેવાની એક ઘટના બની હતી.જેમા કોઇ લુંટારૂ ટોળકીના પાંચ સભ્યોએ બંદૂકના નાળચે જ્વેલરી સેલ્સમેનને લુંટી લીધો હતો.આ ઘટનામાં પોલિસે ઉંડાણ પુર્વક તપાસ હાથ ધરતા એસએટીજી ના ટૂંકા નામે ઓળખાતી કુખ્યાત ગેંગના સભ્યોની સામેલગીરી બહાર આવી હતી.જેમના વિરુધ્ધ પોલિસને મજબુત પુરાવાઓ હાથ લાગ્યા હતા.
ટેક્સાસના ઉત્તરીય જિલ્લાના કાર્યકારી એટર્ની પ્રેરેક શાહે કહ્યુ કે જ્વેલરીની લુંટમાં સામેલ પાંચ દોષિતોને કોર્ટે જેલના સળીયા પાછળ ધકેલી દઈ 7 મિલિયન અમેરીકી ડોલરનો દંડ ફટકાર્યો છે.અત્યાર સુધીમાં સમગ્ર અમેરીકામાં જ્વેલરી સેલ્સમેનને નિશાન બનાવી લુંટ ચલાવનારા કુલ 20 લૂંટારાઓને કોર્ટે દોષિત ઠેરવી જેલ અને દંડની સજા ફટકારી છે.