ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદમાં યોજાયેલો પ્રથમ એક્ઝિબિશન ઉઝબેક જ્વેલરી ફેર સફળતાપૂર્વક પૂર્ણ

638

DIAMOND TIMES : તાશ્કંદમાં આયોજિત ઉઝબેકિસ્તાનના પ્રથમ આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશન ઉઝબેક જ્વેલરી ફેર 28 મેના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો. આ જ્વેલરી ફેરમાં રશિયા, ઇટાલી, ઑસ્ટ્રિયા, તુર્કી સહિત 20 દેશોની 100 થી વધુ કંપનીઓએ ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય એક્ઝિબિટર્સની વાત કરીએ તો તેમાં રશિયન સોકોલોવ, સાનિસ, એલેક્ઝાન્ડ્રા, ઓસ્ટ્રિયાના બિયાલોન્સિક, ભારતના ગણેશ ડાયમંડ, ઇટાલિયન લેગોરનો સમાવેશ થાય છે. જો કે જ્વેલરી ફેરમાં મોટાભાગના એક્ઝિબિટર્સ ઉઝબેક ઉત્પાદકો અને ડિઝાઇનરો હતા.

ઉઝબેકિસ્તાન સરકારની મદદથી જ્વેલરી ઉદ્યોગે ઉઝબેકિસ્તાનના ઉદ્યોગમાં એક આગવું સ્થાન મેળવ્યું છે. હાલમાં, રોકાણ, ઉદ્યોગ અને વેપારના નાયબ પ્રધાન ખુર્રમ તેશાબેવાએ કહ્યું હતું કે, 448 સાહસો આ ક્ષેત્રમાં કાર્ય કરે છે જે 2017 કરતા 4.2 ગણા વધુ છે. આ ઉદ્યોગમાં સરકારની ભાગીદારી સાથે નવી કંપનીઓ સોફિઝર, ગવહાર જ્વેલ ગ્રુપ, ફોનન અને અન્યનો સમાવેશ થાય છે. આ ફેરના અંતિમ દિવસે ચાર્મિંગ ઈસ્ટ હરીફાઈના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા જે ઉઝ્બેક જ્વેલરી ફેર કાર્યક્રમનો એક મહત્વપૂર્ણ ભાગ હતો. સ્પર્ધાના સહભાગીઓ, જ્વેલરી કંપનીઓ અને સ્વતંત્ર કલાકારોએ પાંચ કેટેગરીમાં 50 થી વધુ કૃતિઓ સબમિટ કરી હતી.

એક્ઝિબિટર્સના સ્ટેન્ડ પર પ્રસ્તુત કૃતિઓમાંથી છેવટે વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા હતા. તે મુજબ બેસ્ટ ગોલ્ડ જ્વેલરી કેટેગરીમાં ઉઝબેકિસ્તાની જુલિયા કુતોવાયાને તેમની જ્વેલરી ગેંચ માર્ક્વિઝ પેન્ડન્ટ માટે એવોર્ડ મળ્યો હતો. બેસ્ટ જ્વેલરી મેડ ઓફ સિલ્વર કેટેગરીમાં ઇયરિંગ્સ “ધ ગ્રેટ સિલ્ક રોડ” ને એવોર્ડ મળ્યો જેની ડિઝાઇનર પણ જુલિયા કુતોવાયા હતી. ધ બેસ્ટ વર્ક રિફલેક્ટિંગ ધ હિસ્ટોરિકલ હેરિટેજનો એવોર્ડ બ્રેસલેટ “મ્યુઝ”ને મળ્યો જે જ્યોર્જિયાની મેરિલિસીને પ્રાપ્ત થયો હતો. ઇનોવેશન ઇન મટેરિયલ્સ ફોર ધ પ્રોડક્શન ઓફ જ્વેલરી કેટેગરીમાં ઓસ્ટ્રિયાના બાયલોન્સિકની જ્વેલરી ટાઇટેનિયમ “એર ડિલાઇટ” વિજેતા રહી હતી. ધ બેસ્ટ જ્વેલરી મેડ ઓફ સ્ટોન કેટગરીમાં ઉઝબેકિસ્તાનની સોફિયા જ્વેલરીને “મોરેના” રિંગને એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

આ સ્પર્ધા તાશ્કંદમાં એક્ઝિબિટર્સ કંપની એક્સ્પો ટૂર ગ્રૂપ (ઉઝબેક જ્વેલરી ફેર એક્ઝિબિશના આયોજક) દ્વારા ઉઝબેકિસ્તાનના જ્વેલરી ઇન્ડસ્ટ્રીના એસોસિએશનના સત્તાવાર સમર્થન સાથે યોજવામાં આવી હતી.