ફાઇન જ્વેલરીના ઓનલાઈન વેંચાણમાં વૃદ્ધિ : અહેવાલ

787

DIAMOND TIMES – કોરોના મહામારીના કારણે હીરા અને ઝવેરાત સહીત મોટાભાગના કારોબારમાં અનેક આમુલ પરિવર્તનો આવ્યા છે. ખાસ કરીને ફાઇન જ્વેલરી,હાઇ-એન્ડ બ્રાન્ડ ઉપરાંત અન્ય પોપ્યુલર ટ્રેડ ચેનલો પર ગ્રાહકોની નજર કેન્દ્રીત થઈ છે. બિઝનેશન ઓફ ફેશન મેગેઝિન દ્વારા કીંમતિ વોચ અને ઝવેરાતને લઈને તાજેતરમાં હાથ ધરાયેલા અભ્યાસ પછીના તારણમાં ઉપરોક્ત માહીતિ બહાર આવી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોટાભાગના ઝવેરીઓ પરંપરાગત રીતે વિવિધ ઝવેરાતનું વેંચાણ કરતા હતા. પરંતુ કોરો ના મહમારીના કારણે કારોબાર ઠપ્પ થતા ઝવેરાત પ્રેમીઓને આકર્ષવા ઓનલાઇન વેંચાણ પદ્ધતિ અંગે વિચારવાની જરૂરીયાત ઉભી થઈ હતી. જેને અનુલક્ષીને તે મુજબ બદલાવ આવતા કોરોના મહામારી પછી સમગ્ર વિશ્વમાં ઓન લાઇન ઝવેરાત વેચાણમાં ઉછાળો આવ્યો છે. અહેવાલમાં અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કેડિજિટલ કારોબારે ફાઈન જ્વેલરી બજાર પર કબજો જમાવી દીધો છે.

વર્ષ 2019માં ફાઇન જ્વેલરીના ઓનલાઈન વેંચાણમાં 13 ટકાનો હિસ્સો હતો. ધીમે ધીમે તેમા વધારો થતા આગામી વર્ષ 2025 સુધીમાં 18 થી 21 ટકાની વચ્ચે રહેવાની ધરણા છે. વર્ષ 2019 થી 2025 દરમિયાન ફાઈન જ્વેલરીનું ઓન લાઇન સંયુક્ત વેંચાણ વૃદ્ધિ દર 9 થી 12 ટકાની વચ્ચે રહેવાનો અંદાજ છે. જે એકંદર ફાઇન જ્વેલરી માર્કેટ ના ઓન લાઈન વેંચાણમાં ત્રણ ગણો વધારો સુચવે છે.અગ્રણી બ્રાન્ડ્સ અને રિટેલરો ઓનલાઇન ઇન્વેન્ટરીમાં વધારો કરી રહ્યા છે. વિવિધ આઇટમ્સની સાથે કીંમતે પણ મહત્વનો ભાગ રોલ નિભાવ્યો છે. તો સોશિયલ મીડિયાએ ઓનલાઈન કારોબારમાં મોટા ખેલાડીની ભુમિકા નિભાવી છે.વિવિધ સોસિયલ મીડીયા પ્લેટફોર્મએ જ્વેલરી બ્રાન્ડ અને પ્રોડકશનને નવી જનરેશન સુધી પહોંચાડીને ગ્રાહકો સાથે જોડવાની આદર્શ તક આપી છે.પરિણામે આ પ્રકારની ગતિશીલતાને કારણે ફાઈન જ્વેલરીના ઓનલાઇન કારોબારનું ભાવિ તેજસ્વી દેખાય છે.