ડાયમંડ ટાઈમ્સ ન્યુઝ
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં સામાન્ય બજેટ પર જવાબ આપ્યા.તેમણે જણાવ્યું કે પીએમ કિસાન સન્માન યોજના હેઠળ અત્યાર સુધીમા 10.75 કરોડ ખેડૂતોના બેન્ક ખાતામાં 1.15 લાખ કરોડ જમા કર્યા છે.નાણામંત્રીએ કૃષિ કાયદા અંગે પડકાર ફેકતા કહ્યુ કે કૃષિ કાયદામાં શું કમી છે તે રાહુલ ગાંધી જણાવે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં સામાન્ય બજેટ પર ચર્ચાનો જવાબ આપતા કહ્યું કે આ બજેટ નીતિઓ પર આધારિત છે. ભાજપે સતત વ્યવસાય અને અર્થવ્યવસ્થાની મજબૂતી પર ભાર મુકી અર્થવ્યવસ્થામાં અનેક સુધારા કર્યા છે.કેન્દ્રીય બજેટમાં ભરવામા આવેલા પગલઓ દેશને આત્મનિર્ભર બનાવવા માટે છે.મહામારીના પડકાર બાદ પણ સરકારે દેશને લાંબાગાળાના લક્ષ્યાંકો મેળવવા માટે સુધારાને આગળ વધાર્યા છે.જેનાથી ભારત દુનિયામાં ટોચની અર્થવ્યવસ્થા બનવાનો રસ્તો સ્પષ્ટ થશે.