પેરૂમાં સોનાની ખાણમાં ભીષણ આગ : 27 લોકોએ ગુમાવ્‍યાં જીવ

211

DIAMOND TIMES : દક્ષિણ પેરુમાં સોનાની ખાણમાં લાગેલી આગમાં 27 લોકોના મોત થયા છે.આ ઘટના અંગે પેરુની સરકારે મીડીયાને જણાવ્યુ કે બે દાયકાથી વધુ સમયમાં આ દેશનો સૌથી ભયાવહ ખાણ અકસ્‍માત છે. અરેક્‍વિપાના દક્ષિણ વિસ્‍તારમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હતી.સ્‍થાનિક મીડિયા અને સોશિયલ મીડિયા પરની તસવીરોમાં ઘટનાસ્‍થળેથી ધુમાડો નીકળતો જોવા મળ્‍યો હતો.આ ખાણનું સંચાલન યાન્‍કીહુઆ નામની કંપની દ્વારા કરવામાં આવે છે. જોકે, કંપનીએ આ ઘટના અંગે કોઈ ટિપ્‍પણી કરી નથી.

સ્‍થાનિક મીડિયાએ અહેવાલ આપ્‍યો છે કે યાનાક્‍વિહુઆ પોલીસ સ્‍ટેશને આ ઘટનામાં ૨૭ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કરી છે. પેરુ વિશ્વનું ટોચનું સોનું ઉત્‍પાદક અને બીજા નંબરનું સૌથી મોટું તાંબાનું ઉત્‍પાદક છે. પેરુના ઉર્જા અને ખાણ મંત્રાલયના ડેટા અનુસાર આ ઘટના 2000 પછીની સૌથી ભયંકર ખાણ દુર્ઘટના છે.2022 માં સમગ્ર દેશમાં ખાણકામ અકસ્‍માતોમાં 38 લોકો માર્યા ગયા હતા.વર્ષ 2002 પેરુનું સૌથી ભયંકર વર્ષ હતું, જયારે વિવિધ ખાણ અકસ્‍માતોમાં 73 લોકોના મોત થયા હતા.