ફાસ્ટટેગથી વાહનોના ઈંધણમાં થશે આટલી જંગી બચત

75

ડાયમંડ ટાઈમ્સ
ભારતમાં હવે દરેક વાહનોમાં ફાસ્ટટેગ ફરજીયાત બનાવ્યા બાદ ટોલની આવકમાં વધારો થયો છે.આ સિસ્ટમથી ટોલનાકા પરથી વાહનો ઝડપથી પસાર થઈ શકે છે.કારણ કે વાહનોને ટોલ ભરવા માટે રોકાવું પડતું નથી.પરિણામે વાહનોના ઈંધણમાં પ્રતિ વર્ષ રૂપિયા વીસ હજાર કરોડની બચત થશે.બીજી તરફ ટોલનાકાની આવકમાં અંદાજે રૂા.10000 કરોડનો વધારો થશે.

દેશભરના હાઈવેને હવે એક લાઈવ નેટવર્કથી જોડવામાં આવી રહ્યો છે અને તેમાં રેટીંગ આપવાની પણ વિચારણા ચાલી રહી છે.
જેથી ભવિષ્યમાં ટોલ-નાકા પરના કલેકશનના અને તેની જાળવણીના ટેન્ડર વગેરેમાં આ રેટીંગ મહત્વનું બની જશે.હાઈવે બાંધકામની ગુણવતા સુધારવામાં પણ મદદરૂપ થશે.દેશના હાઈવે-વાહનવ્યવહાર મંત્રી શ્રી નિતીન ગડકરીએ એક વાતચીતમાં જણાવ્યું કે ટોલનાકા પરથી ફાસ્ટટેગ વ્યવસ્થાથી જ રૂા.20000 કરોડની બચત ઈંધણ વપરાશમાં થશે અને આ પ્રકારની સમસ્યાથી હાઈવેની જે રોયલ્ટી છે તેમાં રૂા.10000 કરોડની આવક વધશે. સરકારે તા.16 ફેબ્રુથી દરેક નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર ફાસ્ટટેગથી જ ટોલ પેમેન્ટ ફરજીયાત બનાવ્યું છે અને હવે દૈનિક આવક રૂા.104 કરોડની થઈ છે.હવે દરેક હાઈવે પર પ્રવેશ અને આખરી પોઈન્ટ એમ બે પોઈન્ટ પર જ ટોલ ઉઘરાવાય તેવી વ્યવસ્થા બે વર્ષમાં અમલી બની જશે.