વૈશ્વિક જવેલરી બ્રાન્ડ દ્વારા નવા ટ્રેન્ડ ને અનુરૂપ નિર્મિત ફેશનેબલ આભુષણો

DIAMOND TIMES – જવેલરી ફેશનની કેટેગરીમાં આવે છે અને સમાંતરે તેનો ટ્રેન્ડ બદલાતો રહે છે.પ્રસંગને અનુરૂપ તેને ધારણ કરવાની રીત પણ બદલાતી હોય છે.એટલે કે રોજ પહેરવામાં આવતી જ્વેલરી અને પ્રસંગોમાં પહેરવામાં આવતી જ્વેલરી બંનેમાં ટ્રેન્ડ બદલાયા કરે છે.એક યોગ્ય પસંદગી સાથે નવા ટ્રેન્ડવાળી જ્વેલરી એ દરેક મહિલાઓ અને યુવતીઓ માટે ઘણો મોટો પ્રશ્ન છે.નવી ફેશનની જ્વેલરીમાં ગોલ્ડ હોય કે ડાયમંડ જ્વેલરી કોઈ પણ વિશે ફેશનની ટીપ્સ મળે તેનાથી વિશેષ તો બીજી શું હોઈ શકે છે?

ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરી બંનેના નવા ટ્રેન્ડ વિશે વાત કરીએ તો મોસેનાઈટ લેબ ગ્રોન કે રીયલ ડાયમંડમાં ડબલ સ્ટેકડ ચેન અને નેક્લેસ સાથે બિન પરંપરાગત સાંકળની ડીઝાઇનનો નવા લુકનો ટ્રેન્ડ છે.બલ્ગારી કંપની દ્વારા નિર્મિત મંગળસુત્રની નવી ડીઝાઇનો ટ્રેન્ડ જોવા મળશે.પ્રિયંકા ચોપરા, અનુષ્કા શર્મા હોય કે દીપિકા પાદુકોણ,બલ્ગારીના મંગળસુત્ર કલેક્શન દીપી ઉઠશે.

18 કેરેટ સોનામાં સુયોજિત ગોળાકાર કાળા ઓનીક્સ ઇન્સર્ટ અને પેવ હીરાથી શણગારેલું મંગળસુત્રની ડિઝાઇન આધુનિક કન્યાઓની આકાંક્ષાઓનું ઉત્તમ પ્રમાણપત્ર છે.એલે ઓસ્ટ્રેલિયા નામની કંપનીએ પણ નવા ટ્રેન્ડ વિશેની જ્વેલરી દર્શાવી છે.જે તમામ પ્રકારના આઉટફીટમાં શોભા આપશે. લેયરીંગ નેકલેસ કે ચેન તેની સાથે સ્ટડેડ ડાયમંડ ઇયર્રીન્ગ્સએ એક કુલ અને બોલ્ડ આપવામાં મદદ કરશે.