1 મિલિયન ડોલરનો હીરા જડીત હાર ધારણ કરી રેમ્પ પર ઉતરી ફેશન મોડલ મૌલી સિમ્સ

DIAMOND TIMES – અમેરીકાને જાણીતી ફેશન મોડલ મૌલી સિમ્સ મેટ ગાલામાં 1 મિલિયન ડોલરનો હીરા જડીત હાર ધારણ કરી રેમ્પ પર ઉતરી હતી.

ન્યૂયોર્ક શહેરમાં મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ્સ કોસ્ચ્યુમ ઇન્સ્ટીટ્યુટની સહાયતા હેતુ આયોજીત ચેરીટી પોગ્રામનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ન્યૂયોર્કના જ્વેલર્સ રિંગ કન્સીયજ જ્વેલર્સના સૌજન્યથી તેણીએ પોતાના માથામા 1 મિલિયન ડોલરનો હાર ધારણ કર્યો હતો. રિંગ કન્સીયજ ફોર ધ વિમેન, બાય ધ વિમેન માટે જાણીતા જ્વેલરી કંપની છે.

આ ઉપરાંત તેણીએ બે જોડી મોતી અને અનુક્રમે 16 અને 4 કેરેટના માર્કીઝ હીરા જડીત ઝુમખા, એક બેગુએટ ક્રોસઓવર રિંગ અને એક બેગુએટ લેસ રિંગ પણ તેમના સુંદ્ર દેહ પર ધારણ કરી હતી.નોંધનિય છે કે મૌલી સિમ્સની સાથે 48 વર્ષીય સિમ્સે જીમી ચુ એસ્કાડા, જ્યોર્જિયા અરમાની, માઇકલ કોર્સએ પણ આ સહાય અભિયાનમાં ભાગ લીધો છે.