વડાપ્રધાને આપેલા ભાષણની ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આપી પ્રતિક્રીયા

171
ખેડૂત આંદોલનનો મુદ્દો પહેલા પંજાબ અને હરિયાણાનો હતો.પછી જાટોનો બન્યો અને હવે આ આંદોલન નાના મોટા ખેડૂતોનુ બની ગયુ છે.નાના મોટા તમામ ખેડૂતો એક છે.દેશમાં ભૂખ પર વેપાર થશે નહી કે અનાજની કિંમત ભૂખ પર નક્કી નહીં થાય.દેશમાં પાણીથી સસ્તુ દૂધ વેચાય છે જેથી તેના પણ રેટ નક્કી થશે.

નવા કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા લગભગ અઢી મહિનાથી ગાઝીપુર બોર્ડર પર ધરણા કરી રહેલા ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે રાજ્યસભામાં પીએમ નરેન્દ્ર મોદીએ આપેલા નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.ટિકૈતે કહ્યું કે મુદ્દાને ઉકેલવાની જગ્યાએ સરકાર તેને વધુ ગૂંચવી રહી છે.રાકેશ ટિકૈતે કહ્યું કે અમે ક્યારે કહ્યું નથી કે MSP ખતમ થઈ જશે.તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જો ખેડૂતો સાથે વાતચીત કરવા માંગતા હોય તો કિસાન મોરચા તેમની સાથે વાત કરશે.ટિકૈતે પીએમ મોદીને પડકાર આપતા કહ્યુ કે જે રીતે તેઓ લોકોને ગેસ સિલિન્ડર છોડવાની અપીલ કરે છે તેવી અપીલ સાંસદો- વિધાયકોને પેન્શન છોડવા માટે એક વખત કરી બતાવે.

રાજ્યસભામાં આજે પીએમ મોદીએ કહ્યુ હતુ કે MSP હતું, MSP છે અને MSP રહેશે..

રાજ્યસભામાં આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપતા પીએમ મોદીએ ખેડૂતો આંદોલનની આડમાં રાજકારણ ખેલી રહેલા વિપક્ષને બરાબર આડે હાથ લીધો.તેમણે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના એક નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે આજે વિપક્ષ કૃષિ સુધારા પર યુ ટર્ન કેમ લઈ રહ્યો છે? પ્રધાનમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે કેટલાક લોકો નવા કૃષિ કાયદા પર ભ્રમ ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે કાયદાને લઈને ખેડૂતોની દરેક શંકાનું સમાધાન કરવામાં આવશે. ખેડૂતોની મોટી માંગણીઓ પર સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું કે MSP કોઈ ખતમ કરી શકે નહી. MSP હતી, છે અને રહેશે.