હવે ઓસ્ટ્રેલિયામાં પણ થશે ફેન્સી હીરાનું કટીંગ-પોલિશીંગ

856

DIAMOND TIMES – તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયામાં આવેલી એલેન્ડેલ ખાણની ખરીદી કરનાર પર્થ સ્થિત કંપની બર્ગન્ડીએ કેનેડિયન ડાયમંડ કંપની પાસેથી યલો ફેન્સી રફ હીરાના લોટની ખરીદી કરી છે.આ રફ હીરાને ઓસ્ટ્રેલિયામાં જ કટીંગ-પોલિશીંગ કરી તેનું વેંચાણ કરવાની કંપની યોજના ધરાવે છે.

ઓસ્ટ્રેલિયાના પર્થમાં આવેલી કંપની બર્ગન્ડીએ જુન-2021માં જાહેરાત કરી હતી કે તે ઓસ્ટ્રેલિયામાં આવેલી તેમની માલિકીની ખાણ એલેન્ડેલમાથી આવતા વર્ષે રફ હીરાનું ઉત્પાદન કાર્ય શરૂ કરવા માંગે છે. આ દરમિયાન કંપની રફ હીરાની જરૂરીયાત માટે ઓપન બજારમાથી ખરીદી કરશે.જેના ભાગ રૂપે કંપનીએ તાજેતરમા કેનેડિયન ડાયમંડ કંપની આર્ક્ટિક દ્વારા યોજાયેલી રફ હીરાની હરાજી માથી 1 મિલિયન ડોલરના મૂલ્યના લાર્ગ ફેન્સી વિવિડ અને ફેન્સી ઇન્ટેસ યેલો રફ હીરાની ખરીદી કરી છે.આ રફ હીરા કેનેડાની એકાતિ ખાણમાથી ખોદી કાઢવામાં આવ્યા છે.આ હીરાને કંપની તેમની ફેક્ટ્રીમાં કટીંગ અને પોલિશીંગ કરી આ ફેન્સી હીરાને બર્ગન્ડી બ્રાન્ડ હેઠળ વેંચાણ કરવામાં આવશે.

કંપનીના એમડી અને સીઈઓ પીટર રેવેનસ્ક્રોફે જણાવ્યું હતું કે બર્ગન્ડીએ દુર્લભ ફેન્સી યલો રફ હીરાના અગ્રણી સ્ત્રોત પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં આવેકી એલેન્ડેલ ડાયમંડ પ્રોજેક્ટને પુનર્જીવિત કરવા માટે 37 મિલિયન ડોલર એકત્ર કર્યા છે.કંપનીની માલીકીની રફ હીરાની આ ખાણમાથી રફનું ઉત્પાદન મેળવવા કંપની સક્ષમ છે.જેના માટે હજુ એક વર્ષનો સમય લાગી શકે છે.એ દરમિયાન અમો ઓપન બજારમાથી ફેન્સી કલર રફ હીરાની ખરીદી કરી રહ્યા છીએ.જેનું અમો અત્યંત કાળજી પુર્વક કટીંગ અને પોલિશીંગ કરી આ તૈયાર હીરાને બ્રાન્ડેડ ફેન્સી કલર હીરાની શ્રેણી બજારમાં મુકવા ઉત્સુક છીએ.