નિષ્ફળતા એ સફળતાની વિરૂધ્ધ નહી,માત્ર વિલંબ સૂચવે છે : સવજીભાઈ ધોળકીયા

799

ભારતિય હોકી ટીમને પ્રોત્સાહીત કરવા ટીમના પ્રત્યેક ખેલાડીને રૂપિયા 2.5 લાખ ઇનામ આપવાની હરીકૃષ્ણ ઓક્સ્પોર્ટના માલિક સવજીભાઈ ધોળકીયાની જાહેરાત

DIAMOND TIMES –રમત આપણને હારતા શિખવાડે છે.જ્યારે નિષ્ફળતા એ સફળતાની વિરૂધ્ધ નહી પણ માત્ર વિલંબ સૂચવે છે.સુરતની હીરાની અગ્રણી કંપની હરીકૃષ્ણ ઓક્સ્પોર્ટના માલિક સવજીભાઈ ધોળકીયાનું ઉપરોક્ત વિધાન જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાનું ધ્યેય રાખતા દરેક માટે પ્રેરણારૂપ છે.

આમ તો સવજીભાઈ ધોળકીયાનું સમગ્ર જીવન જ અન્યો માટે પ્રરણારૂપ છે.ઝડપી નિર્ણય લેવાની આગવી સુઝ ધરાવતા સવજીભાઈ સમયાંતરે સમાજ ઉપયોગી કામગીરી કે પ્રવૃત્તિની સાથે વ્યવસાયમાં પણ સીમાચિન્હ પ્રસ્થાપિત કરતા હોય છે.તેમની આ શ્રેષ્ઠ કામગીરીથી સહુ કોઇ પ્રભાવિત થતા હોય છે.મુંબઈમાં રૂપિયા 185 કરોડનો બંગલો ખરીદી સફળતા નો વધુ એક માઈલ સ્ટોન પ્રસ્થાપિત કર્યાના સમાચાર બાદ તેમણે ભારતિય હોકી ટીમને પ્રોત્સાહીત કરવા ટીમના પ્રત્યેક ખેલાડીને રૂપિયા 2.5 લાખ ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે.

મીડીયા રિપોર્ટ મુજબ ભારતિય હોકી ટીમના ખેલાડીઓને સુરત બોલાવી માન-સન્માન સાથે દરેક ખેલાડીને અઢી લાખ રૂપિયાની પુરસ્કાર રાશિ અર્પણ કરવાની જાહેરાત કરતા સવજીભાઈએ કહ્યુ કે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અમો મુખ્યમંત્રીને પણ આમંત્રણ આપીશુ. જો મુખ્યમંત્રી સમય ફાળવશે તો તેમના વરદ હસ્તે ભારતીય હોકી ટીમને પુરસ્કાર અપાવીશુ.

સવજીભાઈએ ઉમેર્યુ કે રમત આપણને હારતા શિખવાડે છે.જ્યારે નિષ્ફળતા એ સફળતાની વિરૂધ્ધ નહી પણ માત્ર વિલંબ સૂચવે છે.આ વિધાનને લક્ષમાં રાખી ભારતિય હોકી ટીમ હાર્ડ વર્ક સાથે તમામ શક્તિ કામે લગાડી ભવિષ્યમાં સફળતા અપાવે તે માટે ખેલાડીઓને પ્રોત્સાહીત કરીને પુરસ્કાર અપાશે.ગરિમા સાથે ખેલાડીઓના માન-સન્માનમાં વધારો થાય તેમજ રાષ્ટ્રીય રમત હોકીને પણ વેગ મળે તેવો અમારો નમ્ર પ્રયાસ છે.

જાહેરાત
જાહેરાત