જીએસટી વાર્ષિક રિટર્ન ભરવાની મુદતમાં વધારો

108

ડાયમંડ ટાઇમ્સ
કેન્દ્ર સરકારે જીએસટીના વાર્ષિક રિટર્ન ભરવાની મુદતમાં વધારો કર્યો છે. 2019-20નું વાર્ષિક રિટર્ન હવે 31 માર્ચ સુધી ભરી શકાશે. સરકારે બીજી વખત એકસટેન્શન આપ્યુ છે.નાણાંમંત્રાલય દ્વારા સતાવાર રીતે એમ જાહેર કરવામાં આવ્યું છે કે 28મી ફેબ્રુઆરી સુધીની મર્યાદા હતી. પરંતુ સેંકડો કરદાતાઓ જીએસટીઆર-9 તથા જીએસટીઆર-9સી રિટર્ન સમયસર ભરવામાં મુશ્કેલી અનુભવતા હોવાનું ધ્યાનમાં આવતા તારીખ લંબાવી દેવામાં આવી છે.જીએસટીઆર-9 વાર્ષિક રિટર્ન છે જે જીએસટી હેઠળ રજીસ્ટર્ડ કરદાતાઓએ વાર્ષિક ધોરણે ભરવાનું હોય છે. માલની આવક-જાવકના આંકડા તેમાં દર્શાવવાના હોય છે. જીએસટીઆર-9સી ઓડીટેડ સ્ટેટમેન્ટ અને જીએસટીઆર-9નું પુરક હોય છે.નિષ્ણાંતોએ કહ્યું કે સરકારના આ કદમથી હજારો કરદાતાઓને તથા કરવેરા પ્રોફેશ્નલોને પણ રાહત થાય તેમ છે. સરકાર સમક્ષ મુદત વધારો આપવા પ્રબળ માંગ હતી. બે કરોડથી અધિકનું ટર્નઓવર ધરાવતા કરદાતા માટે જીએસટીઆર 9 ફરજીયાત છે.