નવેમ્બરમાં જેમ્સ-જ્વેલરી સહિત વિવિધ ઉત્પાદનોની નિકાસ 19% વધી 20 અબજ ડોલર

17

DIAMOND TIMES – પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, એન્જિનિયરિંગ ગુડ્સ, કેમિકલ્સ તેમજ જેમ્સ-જ્વેલરી સહિતના સેક્ટર્સમાં મજબૂત ગ્રોથના પરિણામે નવેમ્બરમાં આજદીન સુધીની વિવિધ ઉત્પાદનોની નિકાસ 18.8 ટકા વધી 20.01 અબજ ડોલર થઈ છે.જ્યારે આયાત 45.34 ટકા વધી 35.11 અબજ ડોલર થઈ છે.જે ગતવર્ષે સમાનગાળામાં 24.15 અબજ ડોલર હતી.

ચાલુ નાણાકીય વર્ષના અંતે 400 અબજ ડોલરની નિકાસો થવાનો અંદાજ છે.ઓક્ટોબરમાં નિકાસો 43 ટકા વધી 35.65 અબજ ડોલર સાથે વેપાર ખાધ 19.73 અબજ ડોલર રહી હતી.પેટ્રોલિયમ,કોફી, એન્જિનિયરિંગ ગુડ્સ, કોટન યાર્ન-ફેબ્રિક્સ, મેઈડ-અપ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, કેમિકલ પ્લાસ્ટિક, લિનોલિયમ, અને મરીન પ્રોડક્ટ્સ સહિત સેક્ટર્સમાં નિકાસમાં પોઝિટીવ ગ્રોથ જોવા મળ્યો છે.ઓક્ટોબરમાં મર્ચેન્ડાઈઝ નિકાસો 42 ટકા વધી 35.47 અબજ ડોલર જ્યારે આયાતો 62.49 ટકા વધી 55.37 અબજ ડોલર નોંધાઈ હતી.ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન 233.54 અબજ ડોલરની નિકાસો થઈ હતી. જે ગતવર્ષની તુલનાએ 55.13 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે આ સમયગાળામાં આયાતો 78.16 ટકા વધી 331.39 અબજ ડોલર નોંધાઈ છે. એપ્રિલથી ઓક્ટોબરમાં વેપાર ખાધ 97.85 અબજ ડોલર રહી છે.