એપ્રિલ-નવેમ્બરમાં ભારતમાંથી દુબઈમાં થતી સોનાના પ્લેઇન દાગીનાની નિકાસ 24% ઘટી

31

DIAMOND TIMES –ભારતમાંથી દુબઈમાં સાદા સોનાના દાગીનાની નિકાસ એપ્રિલ-નવેમ્બરમાં કોરોના મહામારી ને કારણે અગાઉના વર્ષની તુલનામાં 24% ઘટી છે.દુબઈ એક મુખ્ય હબ છે જ્યાંથી સોનાના દાગીના અન્ય બજારોમાં નિકાસ કરવામાં આવે છે.ખાસ કરીને દુબઈમાં મુંબઈ અને કોલકાતાની સોનાની જ્વેલરીની દુબઈમાં સૌથી વધુ માંગ છે.

એપ્રિલ-નવેમ્બર 2019માં સોનાના દાગીનાની નિકાસ રૂ. 59,783.40 કરોડ હતી,જે 23.82% ઘટીને રૂ. 45,542.22 કરોડ થઈ હતી.એકંદરે જેમ્સ અને જ્વેલરીની નિકાસ નવેમ્બરમાં 3.72% ઘટીને રૂ. 17,784.92 કરોડ થઈ હતી,જે નવેમ્બર 2019માં રૂ. 18,471.31 કરોડ થઇ હતી.

દુબઈ સ્થિત ભારતમાંથી સોનાના ઝવેરાતને આયાત કરનાર બાફલેહ જ્વેલર્સના મેનેજિંગ ડિરેક્ટર રમેશ ભોગીલાલ વોરા જણાવે છે કે કોરોનાના કારણે પ્રવાસીઓનો પ્રવાહ ઓછો થયો છે.અમે આશા રાખીએ છીએ કે જેમ જેમ બુસ્ટર ડોઝ ની ગતિમાં વધારો થશે તેમ તેમ દેશમાં પ્રવાસીઓના આગમનમાં સુધારો થશે.

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના ચેરમેન કોલિન શાહે જણાવ્યું હતું કે 2021 સુધીમાં ભારત નું જેમ અને જ્વેલરી નિકાસનું પ્રદર્શન ગયા વર્ષે અમારી અપેક્ષા કરતાં ઘણું આગળ હતું.સારા સમાચાર એ છે કે વિશ્વના સૌથી મોટા જ્વેલરી વપરાશકાર રાષ્ટ્ર અમેરિકાએ આ વર્ષે ભારતમાંથી જવેલરી ની ખરીદીમાં વધારો કર્યો છે. અમે આ નાણાકીય વર્ષમાં 41.65 બિલિયન ડોલરના નિકાસ લક્ષ્યાંકને હાંસલ કરવાની અપેક્ષા રાખીએ છીએ.

2022-23 માટેના કેન્દ્રીય બજેટ પહેલા મુંબઈ અને સુરત જેવા સ્પેશિયલ નોટિફાઈડ ઝોનમાં GJEPC એ સરકારને કટ અને પોલિશ્ડ હીરા, સોનું અને અન્ય કિંમતી ધાતુઓ પરની આયાત ડ્યૂટી ઘટાડવાની અને રફ હીરાના વેચાણને મંજૂરી આપવા માટે કરવેરાની જોગવાઈઓમાં સુધારો કરવાની વિનંતી કરી છે.