એપ્રિલ 2021માં લેબગ્રોન હીરાની નિકાસમાં 307 ટકાની જંગી વૃદ્ધિ

832

2198 કરોડના લક્ષ્યાંકની સામે હીરા-ઝવેરાતની કુલ નિકાસ 154 ટકાની વૃદ્ધિ સાથે 3327 કરોડને પાર , પોલિશ્ડ હીરાની નિકાસમાં 37 ટકાની વૃદ્ધિ જ્યારે લેબગ્રોન હીરાની નિકાસ 90.35 મિલિયન અમેરીકી ડોલરને આંબી ગઈ.

DIAMOND TIMES – કોરોના મહામારીથી પ્રભાવિત થયેલા સુરત સહીત વિશ્વનાં હીરા-ઝવેરાત ઉદ્યોગે અત્યંત ઝડપી રિકવરી કરી લીધી છે.જેના પગલે ભારતમાથી વિદેશમા થતી હીરા અને ઝવેરાતની નિકાસમાં જંગી વૃદ્ધિ થઈ છે.એપ્રિલ 2021 માટે જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલ દ્વારા સુરતની રિજિયન વિભાગને હીરા અને ઝવેરાતની નિકાસ માટે 2198 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.જેની તુલનામાં 154 ટકાની વૃદ્ધિ સાથે 3327 કરોડની હીરા અને ઝવેરાતની નિકાસ થઈ છે.

જીજેઈપીસી દ્વારા આયોજીત થયેલી વર્ચ્યુઅલ નેશનલ કોન્ફરન્સમાં એપ્રિલ-2021માં હીરા અને ઝવેરાતની નિકાસ પ્રદર્શન અંગે ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં આપવામાં આવેલી વિગત મુજબ પોલિશ્ડ હીરાની નિકાસમાં 37 ટકા જ્યારે લેબગ્રોન હીરની નિકાસમાં 307 ટકાની જંગી વૃદ્ધિ નોંધાણી છે.અહેવાલ મુજબ પાછલા બે વર્ષ દરમિયાન રફ હીરાની આયાતમાં 18 ટકાનો જ્યારે લેબગ્રોન હીરાની આયાતમાં 210 ટકાનો વધારો થયો છે.ઉપરાંત કલર્ડ જેમ્સ્ટોનમાં 8.46 ટકા,સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીમાં 33.88 ટકા,સિલ્વર જ્વેલરીમાં 250.70 ટકા અને પ્લેટિનિયમ જ્વેલરીમાં 125.72 ટકાની વૃદ્ધિ થઈ છે.

ભારતના હીરા -ઝવેરાત ઉદ્યોગના આ ઝળહળતા પ્રદર્શન અંગે પ્રતિભાવ આપતા જીજેઈપીસીનાના ચેરમેન કોલિન શાહે કહ્યું કે અમેરીકા,ચીન,મધ્ય પુર્વના દેશો,યુરોપ કંટ્રી સહીત વૈશ્વિક બજારોમાં જંગી માંઘના પગલે હીરા અને ઝવેરાતની નિકાસમાં વધારો થયો છે.