પ્રથમ અર્ધ વાર્ષિક ગાળામાં કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ 91489 કરોડને પાર

22

એપ્રિલ થી સપ્ટેમ્બર દરમિયાન જેમ એન્ડ જ્વેલરીની નિકાસમાં 11 ટકાની વૃદ્ધિ, હીરા જડિત આભુષણોની નિકાસમાં પણ 60.04 ટકાનો જંગી ગ્રોથ રહ્યો તો લેબગ્રોન ડાયમંડની નિકાસમાં પણ 193.42 ટકાની જંગી વૃદ્ધિ થઈ

DIAMOND TIMES – જેમ એન્ડ જ્વેલરી એકસોટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) દ્વારા જાહેર કરાયેલા આંકડા  મુજબ નાણાંકીય વર્ષ 2021-22ના પ્રથમ અર્ધ વાર્ષિક ગાળામાં જેમ એન્ડ જ્વેલરી સેક્ટરની કુલ નિકાસમાં 11 ટકાનો ઉછાળો આવ્યો છે.અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2019-20 ની તુલનાએ વર્ષ 21-22ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ 19942 કરોડ જ્યારે હીરા જડીત જ્વેલરીની નિકાસ 6664 કરોડ થઈ છે.

નાણાંકીય વર્ષ 2021-22ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં સુરતમાંથી 12000 કરોડથી વધુના કટ અને અને પોલિશ્ડ હીરાની નિકાસ નોંધાઈ છે.એપ્રિલથી સપ્ટેમ્બર-2019માં થયેલી જેમ એન્ડ જ્વેલરીની કુલ 126461.93 કરોડની નિકાસની તુલનાએ 2021ના સમાન ગાળામાં કુલ 140412.94 કરોડની નિકાસ થઈ છે. જે પૈકી કટ અને પોલિશ્ડ ડાયમંડની કુલ નિકાસ 91489.2 કરોડ રહેવા પામી છે.જે 2019ની તુલનાએ 26.98 ટકા એટલે કે 19442 કરોડ વધુ છે.તે પ્રમાણે  હીરા જડિત જ્વેલરીઓની નિકાસ 17761.38 કરોડની રહી છે.જે પણ 2019ના વર્ષની તુલનાએ 6664 કરોડ રૂપિયા વધુ છે.

લેબગ્રોન ડાયમંડની નિકાસમાં પણ 193.42 ટકાની વૃદ્ધિ

સુરત હવે લેબગ્રોન હીરાના ઉત્પાદનનું હબ બનવા તરફ જઈ રહ્યુ છે.જ્વેલરીના મેન્યુફેકચરીંગના ક્ષેત્રમાં પણ સુરતનો ચળકાટ વધી રહ્યો છે.પાછલા વર્તમાન સમયે સુરતમાં 350થી પણ વધુ મોટી જ્વેલરી કંપનીઓ આભુષણો બનાવી પ્રતિમાસ રૂપિયા 2000 કરોડથી વધુની જ્વેલરીની નિકાસ કરે છે. સુરતમાં લેબગ્રોન ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ જ્વેલરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન શરૂ થતા સુરતમાથી હીરા -ઝવેરાતની નિકાસમાં વધારો થયો છે.એપ્રિલ થી સપ્ટેમ્બર-2021 દરમિયાન પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડની નિકાસમાં 193.42 ટકાની વૃદ્ધિ થઈ છે.