ગત વર્ષ 2020ના માર્ચ મહીનાની તુલનાએ ચાલુ વર્ષે માર્ચ મહીનામાં થયેલી નિકાસમાં 58 ટકાનો જંગી વધારો થવા પાછળ જેમ્સ એન્ડ જવેલરી સેકટરનો મહત્વનો ફાળો : નાણા મંત્રાલય
DIAMOND TIMES – ગત માર્ચ-2021માં ભારતમાથી વિદેશમા થતી વિવિધ ચીજ વસ્તુઓની નિકાસ 52.81 ટકા વધીને ૩૪ અબજ ડોલર થઇ છે. ફાર્મા તેમજ જેમ્સ એન્ડ જવેલરીની વિદેશમાં માંગ વધવાને કારણે નિકાસમાં ઉછાળો જોવા મળ્યો છે,તેમ વાણિજય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રથમ વખત માત્ર માર્ચના એક જ મહિનામાં નિકાસ 34 અબજ ડોલર થઇ છે.જે માર્ચ 2020 માં થયેલી 21.49 અબજ ડોલરની નિકાસની સરખામણીએ 58.23 ટકાનો વધારો દર્શાવે છે.
વાણિજય અને ઉદ્યોગ પ્રધાન પિયૂષ ગોયલે ટ્વિટર પર જણાવ્યું હતું કે માર્ચ મહિનાની નિકાસમાં ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 58 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત માત્ર એક જ મહિનામાં નિકાસ 34 અબજ ડોલર થઇ છે.