કોરોનામાં નિકાસકાર કંપનીઓને મળી મોટી રાહત

679

આગામી 30 જુન સુધી આયાત-નિકાસકાર કંપનીઓ કરી શકાશે બોન્ડ વગર વિદેશ વેપાર : સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્ષ એન્ડ કસ્ટમ્સ વિભાગનો નિર્ણય

DIAMOND TIMES – કેન્દ્ર સરકારના ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્ષ એન્ડ કસ્ટમ્સ (CBIC) વિભાગે આયાત – નિકાસ કરનારી કંપનીઓને મોટી રાહત આપી છે. સીબીઆઇસીએ ગત તારીખ 8 મે ના રોજ આ જાહેરાત કરતા કહ્યુ કે આ પગલુ કોરોનાના લીધે એકઝીમ ટ્રેડમાં કોઇ મોડું અથવા અડચણ ના થાય તેના માટે લેવાયું છે.સીબીઆઇસી દ્વારા જાહેર થયેલ સકર્યુલર અનુસાર 30 જૂન સુધી આયાત અને નિકાસકારોએ બોન્ડના બદલે કસ્ટમ ઓથોરીટીસ પાસે ફકત એક અંડર ટેકીંગ આપવાનું રહેશે. સીબીઆઇસી દ્વારા અપાયેલ આ રાહતથી આંતરરાષ્ટ્રીય બીઝનેસને પ્રોત્સાહન મળશે અને બીઝનેસ એકટીવીટી આ મહામારી દરમિયાન પણ ચાલુ રહેશે.

કોરોના મહામારી વચ્ચે કસ્ટમ કલીયરસના કેટલાક કેસોમાં બોન્ડના બદલે અંડર ટેકીંગનો સ્વીકાર કરવાની ધંધાર્થીઓની માંગણી હતી જેને ધ્યાને રાખીને બોન્ડ સબમીટ કરવાની જરૂરીયાતના નિયમોમાં ઢીલ આપવામાં આવી છે.પરંતુ બીઆઇસીના સર્કયુલર અનુસાર અંડર ટેકીંગનો લાભ લેનાર કારોબારીઓએ 15 જુલાઇ સુધીમાં અંડરટેકીંગ પુર્ણ કરી તેના બદલે બોન્ડ જમાકરાવવા પડશે.