નોડલ એજન્સીઓએ સોનાની સપ્લાય અટકાવી દેતા નિકાસકાર જ્વેલરી કંપનીઓની મુશ્કેલી વધી

717
Gold Used in Diamond Jewellery
Gold bars used in diamond jewellery

DIAMOND TIMES – હીરા નગરી સુરત હવે જ્વેલરી ઉદ્યોગના ક્ષેત્રમાં પણ નોંધનિય પ્રગતિ કરી રહ્યુ છે.વર્તમાન સમયમાં સુરતમાં આશરે 350 થી પણ વધુ જ્વેલરી નિર્માતા કંપનીઓ કાર્યરત છે.આ કંપનીઓ અમેરિકા , યુરોપ , હોંગકોંગ ,થાઈલેન્ડ,મધ્યપુર્વના દેશો,મલેશિયા, જાપાન સહીત વિશ્વના અનેક દેશોમા પ્રતિમાસ આશરે 250 કરોડની સોનાની જ્વેલરી બનાવી તેની નિકાસ કરે છે.

આ નિકાસકાર જવેલરી કંપનીઓ માટે સરળતાથી ક્વોલિટી યુક્ત સોનું મળી રહે તે માટે સરકારે કેટલીક નોડલ એજન્સીઓની નિમુણંક કરી છે.પરંતુ એક્સપોર્ટ જ્વેલરી તૈયાર કરવા માટે આ નોડલ એજન્સીઓ દ્વારા પાછલા એક મહીનાથી ગોલ્ડ નહીં મળતા સમસ્યા ઉભી થઈ છે.આ સમસ્યા પાછળ એજન્સીઓ અને સરકારી વિભાગ વચ્ચે ડયુટી માટે ખટરાગ ઉભો થયો હોવાનુ બહાર આવ્યુ છે.એક્સપોર્ટ ક્વોલિટીનું રો-ગોલ્ડ મળતું બંધ થતાં એક મહિનાથી જ્વેલર્સને એક્સપોર્ટમાં મોકલવાની જ્વેલરી તૈયાર કરવાનું મુશ્કેલ થઇ રહ્યું છે.અંદાજે 100 કરોડથી વધુની જ્વેલરીના ઓર્ડર પૂર્ણ કરવા માટે જરૂરી ગોલ્ડની સપ્લાય પૂર્ણ કરવા માટે સરકારી વિભાગોને રજૂઆત છતાં કોઈ નિરાકરણ આવ્યુ નથી.