નિષ્ણાતોનું મંતવ્ય : લેબગ્રોન અને કુદરતી હીરા વચ્ચેનો ભેદ ગ્રાહકો સારી રીતે જાણે છે તે મોટો બેનિફીટ

745

DIAMOND TIMES – આજથી લગભગ બે વર્ષ અગાઉ કુદરતી હીરામાં લેબગ્રોન હીરાની ભેળસેળ થતી હોવાનો મામલો વૈશ્વિક હીરા ઉદ્યોગમા ખુબ જ વ્યાપક બન્યો હતો. કુદરતી હીરાની સાથે લેનગ્રોન હીરાની ભેળસેળ કરવામાં આવે ત્યારે હીરા અને હીરા જડીત જ્વેલરીની ખરીદી કરનાર ગ્રાહકોનો વિશ્વાસ તુટે તે સ્વાભાવિક જ છે.વળી હીરા ઉદ્યોગ માત્ર વિશ્વાસનાં આધારે ચાલતો કારોબાર છે.જેથી આ પ્રકારની ભેળસેળની ઘટનાઓ હીરા ઉદ્યોગ માટે ખુબ મોટી ચિંતાનો વિષય બન્યો હતો.પરંતુ હવે હીરા અને ઝવેરાત ઉદ્યોગના નિષ્ણાતોએ મંતવ્ય આપતા કહ્યુ છે કે લેબગ્રોન અને કુદરતી હીરા વચ્ચેનો ભેદ ગ્રાહકો સારી રીતે જાણે છે.જેથી આ બાબતે ચિંતા કરવાની કોઇ જ આવશ્યકતા નથી.જો કે જાણકારોએ એવી પણ સલાહ આપી હતી કે આમ છતા આ મામલે તકેદારી રાખવી સલામતિ ભર્યુ છે.લેબગ્રોન અને કુદરતી હીરા બંને અલગ વસ્તુ છે અને બંને નો સેપરેટ કારોબાર થાય તેમા જ હીરા ઉદ્યોગનું હીત સમાયેલુ છે.

હકીકત એ છે કે કુદરતી હીરા અબજો વર્ષ પહેલાં ધરતીના પેટાળમાં કુદરતી રીતે રચાયા છે.જ્યારે મોટાભાગના કૃત્રિમ હીરા છેલ્લા બે દાયકામાં લેબોરેટરીમાં ઉગાડવામાં આવ્યા છે તે એક મુખ્ય તફાવત છે.વળી લેબોરેટરીમાં ઉગાડેલા હીરાનું પુ:ન ઉત્પાદન કરી શકાય છે,જે કુદરતી હીરામા શક્ય નથી.લેબોરેટરીમાં ઉગાડેલા હીરાની કિંમત કુદરતી હીરાની સરખામણીએ ખુબ જ ઓછી છે જે મુખ્યત્વે લેબગ્રોન હીરાની વધતી સપ્લાયને આભારી છે.