વૈશ્વિક હીરા બજારમાં ઓમિક્રોનની કોઇ અસર નહી : મોમેન્ટમ યથાવત રહેતા તૈયાર હીરાની કીંમતોમા વૃદ્ધિની અપેક્ષા

32
World's Fair Necklace

DIAMOND TIMES – ક્રિસમસ પહેલાના અંતિમ સપ્તાહમાં યુરોપ-અમેરીકામાં હીરા-ઝવેરાતના વેપારમાં ભારે ઉત્સાહના કારણે અત્યાર સુધીની સિઝન મજબૂત રહી છે. જ્વેલરી સ્ટોર્સની સમાંતર ઓનલાઈન જ્વેલરી સેલ્સમાં પણ જંગી વધારો થયો છે.ઓમિક્રોનના ઝડપી સંક્રમણ છતા તેની કોઇ ખાસ ઇમ્પેક્ટ બજાર મા જોવા નહી મળતા કારોબાર ની મોમેન્ટમ ચાલુ રહી છે.આ બાબત હીરા ઝવેરત ઉદ્યોગ માટે રાહતના સમાચાર છે.

બીજી તરફ ચીન,યુરોપ અને અમેરીકાના ડીલરો વ્યાજબી કીંમતના યોગ્ય ગુણવતા ધરાવતા તૈયાર હીરા ખરીદવા ભારે સંઘર્ષ કરી રહ્યા છે.તૈયાર હીરાની અછત અને પોસ્ટ-હોલિડે ઇન્વેન્ટરી ફરી ભરપાઈ કરવા થતા હીરા કારોબારને કારણે રફ વેપાર પણ મજબૂત છે.ખાસ કરીને ફેન્સી હીરાનું બજાર અત્યંત મજબૂત છે.

તમામ કદના ફેન્સી હીરામાં સારી માંગ છે.1.20 થી 3.99 કેરેટ વજનના F-J, VS-SI કેટેગરીના હીરાના પુરવઠાની મોટી અછત વચ્ચે આ કેટેગરી સૌથી હોટ ફેવરીટ છે.તો 0.30 થી 0.99 કેરેટ વજનના હીરાની કિંમતોપણ ઘણી ઊંચી છે.ઓવલ કટ,પિયર્સ, એમરાલ્ડ,પ્રિન્સેસ,લોંગ રેડીયન્ટ્સ તેમજ માર્ક્વિઝ કટના હીરાના ઓર્ડરમાં વધારો નોંધાયો છે. મોટી સાઈઝના ફેન્સી હીરાની કીંમતો સામાન્ય કરતાં ઊંચી રહી છે.અમેરીકા ઉપરાંત ચીનના બજારની માંગ ભળવાથી તેજીને વધુ હવા મળી છે.

અમેરીકામાં કો્રોના મહામારી વધી હોવા છતા પણ વેકેશનનો આનંદ માણવા અને જ્વેલરીની ખરીદી કરવા બજારમા લોકોની ભીડ ઉમટી રહી છે. હીરા-ઝવેરાતની જંગી માંગને પગલે ઝવેરીઓ માંગ અને પુરવઠાનું કાળજી પૂર્વક બેલેન્સ કરવા મથી રહ્યાં છે.પરંતુ નિર્ધારીત ભાવે યોગ્ય માલ શોધવો મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે.એન્ટિક અને વિન્ટેજ જ્વેલરી એ બજારમાં ધુમ મચાવી છે.

બેલ્જિયમના હીરા બજારની વાત કરીએ તો ચીન,અમેરીકા અને યુરોપિયન બજારો તરફથી મળેલા અસાધારણ ઓર્ડર પુર્ણ કરવા પર કારોબારીઓ એ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.યોગ્ય કીંમતે તૈયાર હીરાની ખરીદી કરવી મુશ્કેલ છે.સ્થિર રફ ટ્રેડિંગ વચ્ચે સેકન્ડરી માર્કેટમાં પ્રીમિયમ વધી રહ્યું છે.

ઇઝરાયેલના હીરા બજારમાં આશાવાદી મૂડ છે.ડીલરો ગુણવત્તા યુક્ત હીરાની ખરીદી કરવા જોર લગાવી રહ્યાં છે. પોલિશ્ડ હીરાના પુરવઠાની અછત અને ઉંચી કિંમતોના કારણે નવી ઇન્વેન્ટરી ભરવા માટે ડીલરો સંઘર્ષ કરી રહ્યાં છે.નવા ઓમિક્રોનના કારણે મુસાફરી પ્રતિબંધોથી સ્થાનિકો કારોબારી ઓ ખુબ નિરાશ છે.પરંતુ તેનાથી હીરાના કારોબારને અસર કરશે એવી કોઇ ચિંતા નહી જણાતા રફ હીરાની પણ માંગ મજબૂત છે.

હોંગકોંગના હીરા બજારમાં ચાઇનીઝ નવા વર્ષ પહેલા માલની ખુબ જરૂર છે.પરંતુ જ્વેલર્સ પાસે ઇન્વેન્ટરી ઓછી છે.1 કેરેટ વજનના D-H, VS2-SI2, 3X કેટેગરીના હીરાની ખુબ માંગ છે.1.50 થી 2 કેરેટ વજનનાF-I, VS-SI કેટેગરી ના હીરાનું યોગ્ય કીંમતે સારી રીતે વેચાણ થઈ રહ્યુ છે.3X કેટેગરીના હીરાના પુરવઠાના અભાવે કેટલાક કારોબારીઓ VG કેટેગરીના હીરાની ખરીદી તરફ વળ્યા છે.

ભારતના હીરા બજારમાં યુએસ હોલિડે એક્ટિવિટી અને ચીનના બજારો તરફથી વધતી માંગ પછી સેન્ટિમેન્ટ સકારાત્મક છે.1 થી 2 કેરેટ વજનના , H-J, SI કેટેગરીના હીરામા ખરીદદારો રસ દાખવી રહ્યાં છે.150 થી 250 ડોલરની કીંમત ધરાવતા હીરાની રેન્જમાં પણ સારી ડીમાન્ડ છે.આગામી નવા કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રણ મહીનામાં પોલીશ્ડ હીરાની માંગ અને કીંમતોમાં વૃદ્ધિની અપેક્ષા છે.ડોલરની તુલનાએ રૂપિયાનું ધોવાણ થઈને 76 ની રેકોર્ડ સ્તરે નીચે જતા રફની કીંમતો ઉંચે જવાની દહેશત વચ્ચે રફ બજાર સ્થિર છે.