સુરતના હીરા ઉદ્યોગકારો માટે નવી તક : હીરાને અવકાશ યાત્રા દ્વારા વધુ મુલ્યવાન બનાવવાનો નવો બિઝનેસ વિસ્તર્યો

62

DIAMOND TIMES – દુર્લભ કે મુલ્યવાનની વ્યાખ્યામાં આવતા અથવા તો સેલિબ્રિટીઓએ ધારણ કરેલા ઐતિહાસિક હીરાને પ્રથમ અવકાશમાં મોકલી,ત્યારબાદ અવકાશ યાત્રા કરીને ધરતી પર પરત આવેલા આ હીરાઓની હરાજી કરવાનો નવો બિઝનેસ વિસ્તર્યો છે.અમેરીકાના એક જ્વેલરે અનોખા સ્પેસ ડાયમંડ્સ લોંચ કર્યા બાદ હવે આ બિઝનેસ રેસમાં એક બ્રિટિશ કંપની જોડાઈ રહી છે.

આજથી થોડા દીવસ પહેલા અમેરીકાના એક જ્વેલરે અનોખા સ્પેસ ડાયમંડ્સ લોંચ કર્યા હતા.આ હીરાઓની ખાસિયત એ હતી કે અવકાશની સફર ખેડી ચુકેલા હશે.મીડીયા અહેવાલ મુજબ યુએસ સ્થિત ડાયના રાય જ્વેલરી નામની કંપનીએ આગામી ઉનાળાની શરૂઆતમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મિશનમાં સામેલ કરવા કુદરતી અને લેબગ્રોન હીરાની પ્રથમ બેચ માટે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) સાથે ખાસ ગોઠવણ કરી છે.

યુએસ સ્થિત ડાયના રાય જ્વેલરી કંપની દ્વારા આ હીરાના વેંચાણ માટે ખાસ યોજના બનાવી હતી.જે મુજબ આ હીરાની ખરીદી કરવા ઇચ્છૂક શોખિનોએ અવકાશ યાનની સફર અગાઉ જ આ હીરાની ખરીદી માટે ઓનલાઈન એડવાન્સ બુકીંગ કર્યુ હતુ.છૂટક હીરાઓ કે પછી ગ્રાહકોની પસંદગી મુજબ દાગીનામાં જડીને એડવાન્સ બુંકીગ કરાવનાર ગ્રાહકોને તેની ડીલેવરી આપવામાં આવશે.કંપનીએ કરેલી જાહેરાત મુજબ 0.10 કેરેટના લેબગ્રોન હીરા જડીત સોનાનો બ્રેસલેટ પણ અવકાશની સફર ખેડશે.નોંધનિય છે બાબત તો એ છે કે અમેરિકન જેમ સોસાયટી લેબોરેટરી દ્વારા અવકાશમાં જ લેસરની મદદથી આ હીરાને ક્રમાંકિત કરી તેનું દસ્તાવેજી કરણ કરવામાં આવનાર છે.

હવે અવકાશમાં હીરા મોકલવાની રેસમાં એક બ્રિટિશ કંપની સ્પેસ કલેક્ટિવ જોડાઈ રહી છે.જેણે અગાઉ પૃથ્વીની ભ્રમણકક્ષામાં વસ્ત્રોના લેબલ અને નામના ટૅગ્સ લૉન્ચ કર્યા છે.આ કંપની હવે હીરા અને હીરા જડીત જ્વેલરી માટે એડવાન્સ ઓર્ડર લઈ રહ્યું છે.લંડન સ્થિત ધ સ્પેસ કલેક્ટિવ સપ્ટેમ્બર 2022માં સ્પેસએક્સ ડ્રેગન કેપ્સ્યુલની મદદથી ભ્રમણ કક્ષામાં હીરા મોકલશે.આ હીરા અવકાશમાં 75 મિલિયન માઇલની યાત્રા કરી ધરતી પર પરત આવશે.