હોંગકોંગમાં પ્રથમ ફીઝીકલ જ્વેલરી પ્રદર્શનને લઈને ઉત્સાહ

808
FILE IMAGE
HK-show-FILE IMAGE

DIAMOND TIMES હોંગકોંગ ટ્રેડ ડેવલપમેન્ટ કાઉન્સિલ(HKTDC)એ જાહેરાત કરી છે કે હોંગકોંગ ઇન્ટરનેશનલ જ્વેલરી શો અને હોંગકોંગ ઇન્ટરનેશનલ ડાયમંડ, જેમ એન્ડ પર્લ શો આગામી 25 થી 29 જુલાઇ દરમિયાન હોંગકોંગ કન્વેશન એન્ડ એક્ઝિબિશન સેન્ટર (HKCEC)ખાતે યોજાશે.

HKTDCના પ્રવક્તાએ કહ્યુ કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં હોંગકોંગે જ્વેલરીની નિકાસમાં વાર્ષિક ધોરણે વૃદ્ધિ નોંધાવી છે. આ ઉપરાંત રસીકરણ અભિયાનના પગલે કોરોના મહામારી પણ કાબુમાં આવી છે. જેથી હોંગકોંગમાં ઇન્ટરનેશનલ જ્વેલરી શો અને હોંગકોંગ ઇન્ટરનેશનલ ડાયમંડ, જેમ એન્ડ પર્લ શો ની ડબલ ઇવેન્ટસ પ્રથમ વખત ફીઝીકલી રીતે યોજાશે. આ બંને પ્રદર્શન ઝવેરીઓ અને પ્રેસિયેસ સ્ટોન મર્ચન્ટ માટે વ્યવસાયની નવી તકો ઉપલબ્ધ કરાવવામાં સહાયક બનશે. ઉપરાંત આ ઇવેન્ટ જ્વેલરી શોખિનોને કિંમતી ઝવેરાત અને રત્નોની ખરીદી કરવાની તક પૂરી પાડશે.