AGD ડાયમંડના પૂર્વ સીઈઓની રશિયન એકેડેમી ઓફ માઇનિંગ સાયન્સના પ્રમુખ તરીકે વરણી

DIAMOND TIMES : AGD ડાયમંડ્સના ભૂતપૂર્વ CEO ગેન્નાડી પિવેન સર્વસંમતિથી 5 વર્ષની મુદત માટે રશિયન એકેડેમી ઓફ માઇનિંગ સાયન્સના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. 1977 માં તેઓ મોસ્કો માઇનિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી સ્નાતક થયા. તેઓ ડોક્ટર ઓફ ટેકનિકલ સાયન્સ, રશિયન એકેડેમી ઑફ માઇનિંગ સાયન્સના એકેડેમિશિયન પણ રહી ચૂક્યા છે. તેમને યુએસએસઆર, રશિયન ફેડરેશન અને રશિયન ઓર્થોડોક્સ ચર્ચના ઘણા સરકારી અને વિભાગીય પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા.

તેમણે 1977માં તેમની કારકિર્દીની શરૂઆત નોરિલ્સ્ક માઇનિંગ એન્ડ મેટાલર્જિકલ કમ્બાઇન ખાતેથી શરૂ કરી જેનું નામ અવરામી ઝવેન્યાગિન રાખવામાં આવ્યું હતું. અહીં તેમણે વીસ વર્ષ સુધી ઓક્ટ્યાબ્રસ્કી, તૈમિર્સ્કી અને સ્કેલિસ્ટી ખાણોમાં કામ કર્યું, જ્યાં તેમણે ઉત્પાદન માટે ડેપ્યુટી ડિરેક્ટર, ચીફ એન્જિનિયર, ડિરેક્ટર, અને નોરિલસ્કાખ્તસ્ટ્રોય ટ્રસ્ટના મેનેજર તરીકેની ભૂમિકા ભજવી હતી.

ગેન્નાડી પિવેને OJSC નોરિલ્સ્ક માઇનિંગ કંપનીના સંગઠન અને રચનામાં ભાગ લીધો હતો જે વિશ્વની નોન-ફેરસ અને કિંમતી ધાતુઓની સૌથી મોટી ઉત્પાદક કંપની હતી. આ કંપનીના પ્રથમ ડિરેક્ટર (1997-2000) તરીકે પિવેને જવાબદારી નીભાવી હતી. ત્યારબાદ તેમણે RAO નોરિલ્સ્ક નિકલ (2000-2001) ના ટેકનિકલ ડેવલપમેન્ટ વિભાગનું નેતૃત્વ કર્યું.

આ ઉપરાંત પણ તેમણે અનેક મહત્વના હોદ્દાઓ પર સેવા બજાવી છે.જેમા MMC એવરાઝોલ્ડિંગની ઇન્ડસ્ટ્રીય પોલિસીના વાઇસ-પ્રેસિડેન્ટ,Evrazruda JSCના જનરલ ડિરેક્ટર,ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ ઓફ અલરોઝાના ડેપ્યુટી જનરલ ડિરેક્ટર,JSC “Aldanzoloto” ના પ્રમુખ, PJSC સેવરલમાઝના પ્રમુખ, PJSC ALROSA ના પ્રથમ વાઇસ પ્રેસિડેન્ટ, રશિયન પ્લેટિનમ ગ્રુપ ઓફ કંપનીઝના પ્રથમ વાઇસ પ્રેસિડેન્ટ,રશિયન ફેડરેશનના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની પ્રેસિયસ મેટલ્સ એન્ડ પ્રેસિયસ સ્ટોનના ડે. ચેરમેન,AGD DIAMONDS JSC ના – પ્રથમ ડેપ્યુટી જનરલ ડિરેક્ટર – ચીફ એન્જિનિયર, AGD DIAMONDS JSC ના જનરલ ડિરેક્ટર જેવા પદો પર તેમણે પોતાની કારકિર્દી વિકસાવી છે.