DIAMOND TIMES : ઉત્તર વિયેટનામમાં હેનોઈ શહેરમાં વિન્ડહૅમ હેનોઇ ગોલ્ડન લેક હોટેલ ડૉલ્સમાં તમે તમારી જાતને રૉયલ્ટી જેવો અનુભવ કરાવી શકશો, કેમ કે આ હોટેલમાં બધું જ સોનાનું છે અને તમે ત્યાં રહેવા માટે બુકિંગ પણ કરાવી શકો છો.
સોનાનો કાચ, સોનાની છત, સોને મઢયાં બાર અને બાથટબ, સોનાની દીવાલ પર સોનાના લૅમ્પ તો ઠીક, શૌચાલય પણ સોનાનું. આ બધું સાંભળીને કોઈ રાજાના મહેલની વાત થઈ રહી હોય એમ લાગે, પણ વાસ્તવમાં ઉત્તર વિયેટનામમાં હેનોઈ શહેરમાં વિન્ડહૅમ હેનોઇ ગોલ્ડન લેક હોટેલ ડૉલ્સમાં તમે તમારી જાતને રૉયલ્ટી જેવો અનુભવ કરાવી શકશો, કેમ કે આ હોટેલમાં બધું જ સોનાનું છે અને તમે ત્યાં રહેવા માટે બુકિંગ પણ કરાવી શકો છો.
આ ફાઇવસ્ટાર રિસૉર્ટમાંથી આઉટડોર ઇન્ફિનિટી પૂલ સુધી જવાય છે, જ્યાંથી તમે આખું શહેર જોઈ શકો છો. આ ઉપરાંત રિસૉર્ટમાં રેસ્ટોરાં, ફિટનેસ સેન્ટર, બાર, લૉન્જ અને બિઝનેસ સેન્ટર પણ છે. હોટેલની સુવિધાઓમાં ૨૪ કલાક ખુલ્લી રહેતી ડેસ્ક, કરન્સી એક્સચેન્જ અને રૂમસર્વિસનો પણ સમાવેશ છે.
હોટેલરૂમમાં ગોલ્ડન ક્લો-ફિટ બાથટબ, સોનાની સિન્ક, ટૉઇલેટ, તેમ જ મિરર છે. હૉટ ટબ અને સન લાઉન્જર્સ પણ સોનાનાં છે. હોટેલની મુલાકાત લેનારાઓ એની સિર્વિસનાં વખાણ કરતાં ધરાતા નથી.