JCK શો પૂર્વે ઉત્સાહ પૂર્તિનાં અનેક કારણો સાથે ભારતીય હીરાઉદ્યોગમાં અનુકૂળતાનાં દરેક અવકાશ…

DIAMOND TIMES : કોવિડ પછીનાં સમયમાં અમેરિકાનાં લાસ વેગાસ ખાતે જૂન મહિનામાં જ્વેલરીનાં મહાકુંભ સમાન પ્રદર્શની JCK શો થવા જઈ રહ્યો છે અનેક કંપનીઓ અને ભારતનાં ઉદ્યોગસાહસિકો ઉત્સાહપૂર્વક ભાગ લેવા જઈ રહ્યા છે.અમુક લોકો માટે યુએસ સરકારની વિઝા માટે ઢીલી નીતિનાં કારણે નિરાશ થવું પડ્યું છે. અનેક પ્રકારે સમસ્યાઓનો સામનો પણ કરવો પડ્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધનાં લેખાજોખા અને ભારત સરકારની કૂટનીતિક વિદેશનીતિ ની મૂળભૂત સ્થિતિ અને અસરકારકતા સાથે હીરા ઉદ્યોગ સહિત તમામ નિકાસ આધારિત ઉધમો માટે વ્યાવસાયિક દૃષ્ટિકોણથી શ્રેષ્ઠ તક ?!!!!

છેલ્લા 100 દિવસથી ચાલી રહેલા રશિયા- યુક્રેન વોર થી સમગ્ર દુનિયામાં ખાસ કરી ને હીરા ઉદ્યોગમાં અસમંજસ ની સ્થિતિ ઉભી થઇ છે…એમાં ખાસ કરીને ભારત સૌથી મોટા હીરા ઉત્પાદન સાથે દશકો થી અવ્વલ નંબરે રહ્યું છે ત્યારે લોકો અલરોસા અને ગોખરાન જેવી રશિયન રફ માઈનિંગ કંપનીનાં સપ્લાય વિશે વિચારીને વધારે કનફ્યુઝ થવાની સ્થિતિમાં ધકેલાયા છે. જીઓ પોલિટિકલ ઇતિહાસ અને વાસ્તવિકતાને અવગણી શકાય નહિ. કેટલીક વાસ્તવિક સ્થિતિ વિચારીએ તો એવું લાગે કે પ્રેસિડેન્ટ પુતિન જિદ્દી નહિ પણ એનાં નેશનલ ઇન્ટ્રેસ્ટ માં મુત્સદી હોવાનું જણાઇ આવે છે.

કારણકે SWIFT જેવા નાણાકીય વ્યવહારો માં સેંકશન અનેક પ્રકારે રશિયા સામે મૂક્યા હોવા છતાં બીજા ઓઇલ, ગેસ કે રેર અર્થ મેટલ જેવા અનેક મોરચે રશિયાની આવશ્યકતા રેસ્ટ ઓફ વર્લ્ડ માટે વૈશ્વિક મજબૂરી પણ છે ત્યારે બધું સમુ સુથરું પાર ન પણ પડે તો પણ રશિયા પોતાની તાકાત બતાવવામાં ક્યાંય પાછું નહિ પડે કારણકે અંતે નેટો દેશો એક પ્રકારે દાંત વગરનાં સિંહ જેવી સ્થિતિમાં આલાપે છે. એટલે વહેલા કે મોડા વોર નું પરિણામ ની કોઈ ચિંતા હીરા બજાર માં કોઈએ કરવાની જરૂર નથી. રશિયામાં પણ જવેલરી મેન્યુંફેકચરિંગ માં નેચરલ ડાયમંડ ની ડિમાન્ડ અને કંઝપશન વધ્યા નાં અહેવાલ છે.

ગેસ અને ઓઇલ જેવા ક્ષેત્રોમાં 65% થી વધુ રશિયા પર નિર્ભર છે અમુક નેટો યુરોપિયન દેશ..!! અનેક દેશો માં 15 થી 16 ટકાનો ફુગાવો અને અમેરિકા જેવા દેશમાં 40 ટકા પર પહોંચ્યો.. બધે મોંઘવારીનું પ્રદૂષણ ફેલાયેલું છે.. ત્યારે થોડું સ્લો ડાઉન પણ આવે પરંતુ, ફુગાવો અમુક અંશે અર્થતંત્ર ને નાણાંકીય તરલતા ની તાકાત પણ પૂરી પાડે છે. એવું જ કંઇક ડાયમંડ માર્કેટમાં આવેલ દરેક ઉછાળો કે મંદી એક સાવચેતીની તક પૂરી પાડે છે..! નાણાકીય તરલતા ઉભી રાખીને ધંધો હેલ્ધી બનાવવાની.! અને સાહસની બાબત હીરા ઉદ્યોગ સાહસિકો ને સમજવા કે સમજાવવા ની જરૂર જ નથી ત્યારે દૂધ નો દાઝેલો છાસ ફૂંકી ફૂંકી ને પીવે એ પાક્કું પણ છાસ છે એમ ખબર હોય એટલે ફૂંકવા ની જરૂર નહિ એ મૂર્ખામી પણ ગણાય..!!! પોતાની તિજોરી અને નફા સામે જોઈને થોડું સાહસ કરવું જ રહ્યું અને હીરાઉદ્યોગ નું કે વ્યક્તિગત કે દરેક કંપનીનું વોલ્યુમ સાહસ ની સીડી એ ચડ્યા પછી જ આટલું વિશાળ બન્યું છે..

સાંપ્રત સમયમાં ચીન અને હોંગકોંગ કોવિડ નાં કાયદાઓ અને સામ્યવાદી સરકાર નાં અભિગમને કારણે બંધ જેવું હતું અને ત્યાં નું જ્વેલરી મેન્યુફેકચરિંગ બંધ જેવું હતું એટલે ફાર ઇસ્ટ માર્કેટ પાસે અપેક્ષાપણ ઓછી છે. પરંતુ, અમેરિકા માં અનેક મેન્યુફેકચરિંગ કંપનીઓ અને ટ્રેડિંગ કંપની નાં નવા રજીસ્ટ્રેશન થયા છે તે સકારાત્મક બાબત ગણાય અને બે વર્ષ પછી JCK લાસ વેગાસ શો નું આયોજન થતા અનેક ક્ષિતિજો ખુલી છે.. અથવા અનેક શક્યતાઓ પણ ઊભી થઈ છે. JCK શો સફળ થાયઅને નવા જ્વેલરી પ્રોગ્રામ મળે અને જ્વેલરી નાં ઓર્ડર નીકળે તો પોલિશ મેન્યુફેકચરિંગ યુનિટો એ પણ અસ્તિત્વની લડાઈ ને બદલે ઉંચા ભાવ ની અપેક્ષા રાખી શકાય અને એમ જ થઈ શકે તેવા પરિબળો અસરકારક દેખાઈ રહ્યા છે.

Jck શો સફળતા પછી જો કોઈ વાત વિચારવા જેવી હોય તો રફ હીરા ની છે. પોલિશનાં ભાવો બેટર આવે તો રફ આજનાં ભાવે પોસાઈ પણ ખરી એવું અનુભવી લોકો નું કહેવું છે. ત્યારે માત્ર પોતાની તિજોરી અને અર્થતંત્ર ને આધારે નક્કી કરવાનું રહે.. તો અત્યારે ભલે લોકો કહે કારીગર સચવાય એટલે કારખાના ચાલુ રાખીએ છીએ પછી ખરેખર બંને સચવાય એવી સ્થિતિ આવી શકે છે પરંતુ, “સાહસે શ્રી પ્રતિવસતી” સાહસ વગર સિદ્ધિ ના મળે પ્રમાણે માનસ બનાવવુ જ રહ્યું.

આ બધા “જો અને તો” નાં સમીકરણો સિવાય મજબૂત માનસ સાથે સમજી લેવાની જરૂર છે કે ભારતમાં મેન્યુફેકચરિંગ ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી સરકાર અને દરેક આપત્તિ ને અવસરમાં બદલવાની નેમ રાખતી કેન્દ્ર સરકાર અને આદરણીય શ્રી પિયુષ ગોયલ જેવા ઉત્સાહી વાણિજ્ય મંત્રી છે.ત્યારે આપણા ટ્રેડ ની અગ્રણી સંસ્થા જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ(GJEPC) દ્વારા અનેક પ્રકારે હીરાઉદ્યોગની મુશ્કેલીઓ બાબતે રજૂઆતો થઈ છે. આજે તાજેતરમાં જ GJEPCનાં બેન્કિંગ સંયોજક શ્રી અજેશભાઈ મહેતા દ્વારા CFO મિટિંગ કરવામાં આવી તેમાં અનેક અગ્રણી કંપનીઓનાં CFO સાથે સંવાદ કરીને ટ્રેડમાં પડતી વિવિધ મુશ્કેલીઓની જાણકારી લઈને બેંકો, IBA,RBI, ECGC, વાણિજ્ય અને નાણા મંત્રાલય સુધી રજૂઆતો કરવા નું ઠરાવવા માં આવ્યું. અર્થાત્ દરેક રીતે સજ્જ થયેલું હિન્દુસ્તાનનું તંત્ર આપણા હીરા ઉદ્યોગ ને આંચ ના આવે અને સરકારે આપેલા નિકાસનાં ટાર્ગેટ ને પૂરો કરું શકાય તેવું થઈ રહ્યું છે અને થશે તેવી આશા ચોક્કસ રાખીએ.

એટલે નિષ્કર્ષ એક જ નીકળે હીરા ઉદ્યોગ બંધ થઈ જશે એવી માનસિકતામાંથી બહાર આવી ને પણ વિશ્વ આખું યુદ્ધ ને કારણે વિવિધ પરિસ્થિતિ નો સામનો કરી રહ્યું છે ત્યારે કારીગર,મેનેજર,મેન્યુફેકચરર કે નિકાસકારોએ કોઈ પૂર્વધારણા બાંધવાની જરૂર ન હોય શકે માત્ર સાવચેતી વર્તી ને આગળ વધી શકાય. વૈશ્વિક મહામારી નો સામનો આપણે શ્રેષ્ઠ રીતે કર્યો અને કોરોના કાળની આફત ને સૌથી વધારે કોઈ ઉદ્યોગ અવસર માં ફેરવી શક્યો હોય તો તે ભારતીય હીરા ઉદ્યોગ છે એમ કહેવામાં અતિશયોક્તિ ન ગણાય. કોરોના કાળ પછી આપણે ઘણું સારું કામ કરી શક્યા..તો આ વિશ્વયુદ્ધ નથી આ બે સીમાવર્તી દેશો વચ્ચેનું યુદ્ધ છે. જ્યારે નેટો દેશ પણ મજબૂર છે અને યુદ્ધ પૂરું થયે જ છૂટકો હોય ત્યારે દુનિયાભર નું પ્રેશર લેવા ને બદલે આપણે પરિસ્થિતિને પામીને મજબૂત માનસ બનાવીએ.

અંતે એક વાત નિશ્ચિત છે WDC,JVC,RJC,GJEPC, KPઓથોરિટી આ બધી હીરાબજાર ની વૈશ્વિક સંસ્થાઓ એ એક વાત સમજવી જ પડશે કે સમજાવવી પડશે.ડાયમંડ એ વૈશ્વિકરોકાણ નું સાધન (Financial instrument)છે. કેટલાક રોકાણકારો એ kp સાથે રશિયન રફમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય અને એ સ્ટોક એની તિજોરી માં હોય તો એ ડેડ થઈ જાય તો હીરા માં રોકાણની વિશ્વસનીયતા ઘટે એ સમગ્ર હીરા ઉદ્યોગ ને નુકશાનકારક બની શકે.આ વોર બે દેશ વચ્ચે છે. એમાં ઇન્વે્સ્ટર નું હીત જોવું રહ્યું… ઓછા નામે ઇન્વેસ્ટરને અવગણી તો ન શકાય. એટલે કે JCK ની મુલાકાતે જતાં પહેલા દરેક પ્રકારે હીરાબજારનાં ઉજળા સંજોગો ને દરેક કારણ સાથે મજબૂત માનસ બનાવવું જરૂરી અને ખુલ્લા મનથી પોતાની નાણાકીય તાકાત પ્રમાણે સાહસ કરવું પણ જરૂરી બને..બધી વૈશ્વિક હીરાબજારની સંસ્થા આપણા ઉદ્યોગ માટે કામ કરી રહી છે અને કરશે.

આવનારો JCK ડાયમંડ શો અને આવનારા દરેક વૈશ્વિક ડાયમંડ શો સફળ થાય અને વિવિધ પૂર્વધારણાને બદલે સાહસિકતા અને સમજણ સાથે આગળ વધીએ.. ભારતીય હીરાબજાર ગઈ કાલે સારું હતું ,આજે છે અને આવતા સમય માં પણ સારું રહે તેવી શુભકામનાઓ સાથે કારીગરથી લઈને જ્વેલરી ગ્રાહક માં વિશ્વાસ નો પ્રસાર થાય એવી શુભેચ્છા… વિશ્વનાં તમામ અગ્રણી જ્વેલર્સ ઉત્સાહપૂર્વક હીરાબજાર ને વિવિધ જ્વેલરી પ્રોગ્રામ અને ઓર્ડર આપી પ્રોત્સાહન આપે અને JCK શો માં અપેક્ષિત મુલાકાતી ની ભીડ જોતા તમામ સંજોગો આવનારા સમય ને ઉજળા બનાવશે જ એવા તારણ સાથે સૌ સાથે મળી ને માર્કેટ ને ઉજ્જવળ દિશા આપે તેવી શુભેચ્છા.