ગ્રામ્યમાં પણ કેસરિયો લહેરાતા ભાજપનો એક પગ દુધમાં,બીજો દહીમાં !

134

ડાયમંડ ટાઈમ્સ

મહાનગરપાલિકાઓની ચુંટણીમાં ઐતિહાસિક જેત મેળવ્યા બાદ તાલુકા પંચાયત,જીલ્લા પંચાયત અને નગર પાલિકાઓમાં પણ ભાજપના વિજય પતાકા લહેરાયા છે.અનેક તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાઓમાં પરિવર્તનની આંધી ફૂંકાતા ગ્રામ્ય વિસ્તારમાં પણ કોંગ્રેસનો સફાયો થયો છે.રાજકોટ અમદાવાદ, સુરત, ભાવનગર વડોદરા અને જુનાગઢની મહાનગર પાલિકાઓની ચુંટણીમાં ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ ભાજપે હવે ગ્રામીણ ક્ષેત્રે પણ સપાટો બોલાવી દેતા એમ કહી શકાય કે ભાજપનો એક પગ દુધમાં છે તો બીજો પગ દહીમાં છે.
રાજ્યમાં ર૩૧ તાલુકા,૩૧ જીલ્લા પંચાયતો અને ૮૧ નગરપાલિકાઓની યોજાયેલી ચુંટણીની મતગણતરી બાદ ગ્રામિણ વિસ્તારોમાં પણ ભાજપનો કેસરીયો લહેરાયો છે.જ્યારે મહાનગર પાલિકા બાદ ગ્રામીણ વિસ્તારોમાં પણ કોંગ્રેસને પછડાટ મળી છે.ગ્રામ્ય વિસ્તારોના આ પરિણામો ભાજપા માટે ખુબ જ ઉત્સાહજનક છે.કારણ કે ખુબ ભાજપાના દિગ્ગજ નેતાઓને પણ ગ્રામ્ય વિસ્તારના પરિણામોને લઈને ભારે ચિંતા સતાવતી હતી તો રાજકીય પંડીતો પણ ગ્રામ્ય વિસ્તારમાં કોગ્રેસને ફેવરીટ માનતી હતી.